અડાલજના કસ્તુરીનગરમાં રહેતી યુવતી 2 દિવસ અગાઉ તેના ગાંધીનગરમાં રહેતાં મિત્રની કાર ભાડે કરી માઉન્ટ આબુ ફરવા નિકળ્યા હતા. મહેસાણાના સોનેરીપુરા પહોંચ્યા ત્યારે યુવતીએ ફ્રેશ થવા કાર રોકાવી હતી. તે દરમિયાન 2 શખ્સો ત્યાં આવી ચડ્યા હતા અને અંજલી મારી પત્ની છે તુ એને લઇ કેમ ફરે છે તેમ કહી યુવકને મારી રૂ.3.25 લાખના સોનાના દાગીના અને રૂ.3 લાખની કાર મળી કુલ રૂ.6.25 લાખની લૂંટ ચલાવી બંને શખ્સો ફરાર થઇ ગયા હતા.
ઘટનાના બીજા દિવસે યુવકે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. અડાલજના કસ્તુરીનગરમાં રહેતા અંજલીબેનએ ગત 4 મેના રોજ બપોરે ત્રણેક કલાકે તેમના મિત્ર સ્મીતકુમાર વિશાલભાઇ પટેલ (22) (રહે.સેક્ટર-7, ગાંધીનગર) ને ફોન કરી માઉન્ટ આબુ ફરવા જવા રૂ.2500 ના ભાડે કાર બુક કરાવી હતી.
સ્મીત પટેલ બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ કાર(GJ 01 HW 2829) લઇને અંજલીબેનને તેમના ઘરેથી કારમાં બેસાડી માઉન્ટ આબુ જવા રવાના થયા હતા. બંને જણા મહેસાણા પહોંચ્યા ત્યારે અંજલીબેનએ ફ્રેશ થવા બ્લીજ વોટરપાર્કએ કાર ઉભી રાખવાનું કહ્યું હતું. સાંજે 3.45 કલાકની આસપાસ અંજલીબેન ફ્રેશ થવા ગયા તે દરમિયાન 2 અજાણ્યા શખ્સો સ્મીત પાસે આવી ગાડીની ચાવી પડાવી લીધી હતી.
એટલામાં યુવતી આવી જતાં એક શખ્સએ સ્મીતને અંજલી મારી પત્ની છે તું તેને કેમ લઇને ફરે છે તેમ કહી અપશબ્દો બોલી સ્મીતને માર માર્યો હતો. બંને શખ્સોએ સ્મીતને માર મારી રૂ.75 હજારની સોનાની 3 વીંટીઓ સહિત 6.25 લાખની લૂંટ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.