તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહેસાણા અને આંબલિયાસણના 2 વૃદ્ધોનું કોરોનાથી મોત, નવા 18 કેસ, મહેસાણામાં 12, ઊંઝામાં 2, ખેરાલુ, કડી, જોટાણામાં 1-1 કેસ નોંધાયા

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેસાણાની પવનસૂત સોસાયટીમાં રહેતા 76 વર્ષીય હરગોવનભાઇ પ્રજાપતિ અને આંબલિયાસણના વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે શનિવારે નવા 18 કેસ આવ્યા છે. જેમાં મહેસાણામાં 12, ઊંઝામાં 3, ખેરાલુ, જોટાણા અને કડીમાં 1-1 કેસનો સમાવેશ થાય છે. 92 વ્યક્તિઓનાં સેમ્પલ લેવાયાં હતાં, જ્યારે 7 દર્દી સ્વસ્થ થતાં રજા અપાઇ છે. હાલમાં 310 દર્દી સારવાર લઇ રહ્યા છે.

આંબલિયાસણના 75 વર્ષના બળદેવભાઇ મણિભાઇ પટેલની ગામમાં કટલરીની દુકાન છે. લોકડાઉનથી અત્યાર સુધી તેઓ બહાર ગયા નથી અને માલ પણ પરિવારના સભ્યો જ લાવતા હોવા છતાં 4 દિવસ પહેલાં તાવની ફરિયાદ ઉઠી હતી. સ્થાનિક તબીબની સારવાર લીધા બાદ પણ તબિયતમાં સુધારો ન જણાતાં મહેસાણા સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.

કોરોના સંક્રમિત દર્દીઓ
મહેસાણા :
નાગલપુર કોલેજ સામે (33)(પુ)
નાગલપુર કોલેજ સામે (32)(મ)
પોલીસ હેડ ક્વાટર (56)(પુરૂષ)
રાધનપુર રોડ (31)(પુરૂષ)
રાધનપુર રોડ (55)(મહિલા)
વિસનગર રોડ (34)(પુરૂષ)
જીઇબી સામે (21)(પુરૂષ)
નાગલપુર રોડ (52)(પુરૂષ)
નાગલપુર રોડ (52)(મહિલા)
ખારા (76)(પુરૂષ)
પાલાવાસણા (31)(મહિલા)
પાંચોટ (ઓજી )(44)(પુરૂષ)
ઊંઝા :
ઊંઝા (70)(પુરૂષ)
ગોલ્ડન ચોકડી (42)(મહિલા)
કહોડા (51)(મહિલા)
ખેરાલુ : દેસાઇવાડો (72)(પુ)
કડી : નાનીકડી (22)(મહિલા)
જોટાણા : સિડોસણ (65)(મ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો