ધમાચકડી:શાકભાજી-ફ્રૂટની લારીઓ ઉપર માઇકના ઘોંઘાટથી ત્રસ્ત 2 જણ 10 માઇક લઇ ગયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા બસ સ્ટેશન રોડ પર ધમાચકડી, બાદમાં પાછા આપી ગયા
  • તંત્ર કહે છે અમે કોઇ કાર્યવાહી નથી કરી, તો માઇક લઇ જનાર કોણ?

મહેસાણા બસ સ્ટેશન રોડ ઉપર શાકભાજી અને ફ્રૂટની લારીઓમાં હવે લારીધારકો મોઢેથી ભાવતાલ ની બૂમો પાડવાના બદલે ઓટોમેટિક ભાવ સેટ કરેલા માઇક લારીઓમાં લગાવ્યા છે. આખો દિવસ થતા આ ઘોંઘાટથી ત્રસ્ત બે અજાણ્યા બાઇક સવારો શુક્રવારે સવારે દશેક લારીઓ પરથી માઇક લઇ ગયા હતા.

બાદમાં ફરી ઘોંઘાટ નહીં કરવાનું કહી આ માઇક સેટ લારીધારકોને પરત કરી ગયા હતા. જેમાં એક લારીવાળાએ માઇક પરત નહીં મળ્યાનું જણાવ્યું હતો. જોકે, આ કવાયત અંગે નગરપાલિકા, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ રાજમહેલ પોલીસ ચોકીનો સંપર્ક કરતાં ત્રણમાંથી એકપણ તરફથી આ કાર્યવાહી ન કરાયાનું જાણવા મળ્યું હતું. લારીધારકો પણ આ બે જણા કોણ હતા તેનાથી અજાણ હતા.

અન્ય સમાચારો પણ છે...