ટ્રેનમાં ચોરી:ગ્વાલિયર-સાબરમતી ટ્રેનમાં મુસાફરની બેગમાંથી 1.30 લાખના 2 લેપટોપ ચોરાયા, મહેસાણા રેલવે પોલીસમાં ફરિયાદ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગ્વાલિયર થી સાબરમતી ટ્રેનમાં સવાર થઉં ને અમદાવાદ નો પરિવાર અમદાવાદ આવી રહ્યો હતો.રાત્રી દરમિયાન પરિવાર ની આંખ લાગી જતા તેઓની પાસે રહેલા બે લેપટોપ અજાણ્યા તસ્કરો ચોરી રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર મામલે મહેસાણા રેલવે પોલીસ મથકમાં 1.30 લાખ કિંમતના 2 લેપટોપ ચોરી મામલે ફરિયાદ નોંધાઇ છે.

અમદાવાદ ના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા બંટી માથુર પોતાના પરિવાર સાથે 22 જાન્યુઆરી ના રોજ ગ્વાલિયર થી સાબરમતી આવવા માટે ટ્રેનમાં બેસી પરિવાર સાથે નીકળ્યા હતા.મુસાફરી દરમિયાન ફરિયાદી પોતાની સીટ પર સુઈ ગયા હતા.તેમજ 23 જાન્યુઆરી ના દિવસે ફરિયાદીની પત્નીએ સીટની બાજુમાં હુક પર બેગ ભરાવી હતી જેમાં 2 લેપટોપ હતા એ લેપટોપની તપાસ ફરિયાદી ઉઠી ને કરતા લેપટોપ મળી આવ્યા નહોતા.

જેમાં એક ડેલ કંપનીનું લેપટોપ કિંમત 68 હજાર અને થતા અન્ય એક લેપટોપ ની કિંમત 62 હજાર મળી કુલ 1.30 લાખ કિંમતના બે લેપટોપ ચોરી થઈ જતા.મુસાફરે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ મહેસાણા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...