તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વિસનગરના ખેડૂતને નકલી સોનુ પધરાવી 5 લાખ લઇને ભાગેલા 2 કચ્છી ઝડપાયા

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસનગરના ખેડૂતને સસ્તુ સોનુ આપવાનું કહી છેતરપિંડી કરી ભાગ્યા હતા
  • બી ડિવિઝન પોલીસે રૂપિયા 5 લાખની રોકડ રકમ સાથે કાર કબજે લઈ તપાસ હાથ ધરી

વિસનગરની ઉપવન સોસાયટીમાં રહેતા અને મૂળ કડા ગામના ખેડૂતને નકલી સોનું પધરાવાના ગુનાનો ભેદ બી ડીવીઝન પોલીસે ઉકેલી નાખ્યો છે. વિસનગરની ઉપવન સોસાયટીમાં રહેતા કનુભાઇ કચરાભાઇ પટેલને સિદ્ધેશ્વરી મંદિર નજીક નાળા પાસે બોલાવી સ્વીફ્ટ ગાડી લઇને ઊભેલા બે શખ્સો પૈકી એક શખ્સે 50 ગ્રામના સોનાના ત્રણ બિસ્કીટ આપી રૂ.5 લાખ લઇ સોનાની ચકાસણી કરાવી આવવા જણાવ્યું હતું. તેથી વિસનગરમાં સોનાની ખરાઇ કરાવતાં તે નકલી હોવાથી સિદ્ધેશ્વરી મંદિર પાછા જતાં બંને શખ્સો ભાગી ગયા હતા. તેથી કનુભાઇએ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ બી.એમ.પટેલ,તેમજ સ્ટાફના માણસો ચેકીંગમાં હતા તે દરમિયાન જીજે-12 સીડી 2005 નંબરવાળી સ્વીફ્ટ ગાડીની નંબર પ્લેટમાં એક આંકડો ચેકી નાખેલો હોવાથી ઉભી રખાવી તપાસ કરતાં બે શખ્સો શંકાસ્પદ જણાતા ગાડીમાં ચેક કરતાં રૂપિયા 5 લાખની રોકડ રકમ ભરેલી થેલી મળી આવી હતી. જે બાબતે આધાર પુરાવા નહી આપી શકતા બી ડિવિઝન પોલીસે બંને શખ્સોની અટક કરીને પૂછપરછ હાથ ધરી હતી. તેઓએ વિસનગર ખાતેથી નકલી સોનાના બિસ્કીટ બતાવીને રૂપિયા 5 લાખની રોકડ મેળવી હોવાની કબૂલાત કરી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓ
બુધ્ધાભાઈ મેવાભાઈ અબ્દુલ્લાભાઈ બમ્બા રહે.મેસરીયાવાડા, મેવાવાસ, તા.ભુજ(કચ્છ)
હનીફભાઈ સગરામભાઈ ઉમરભાઈ સમા રહે. જૂના ડેડીયા, તા.ભુજ(કચ્છ)

અન્ય સમાચારો પણ છે...