તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કડી અને વિજાપુર નજીક અકસ્માતમાં 2 લોકોનાં મોત

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી અને વિજાપુર પાસે બનેલી અકસ્માતની 2 અલગ અલગ ઘટનામાં 2 વ્યક્તિઓનાં મોત થયાં હતાં.

કડીના છત્રાલ રોડ પર ગંગોત્રી હોટલની સામે નરેશભાઈ ઝેણાભાઈ ઓડના ભાઈ ઈરાણા રોડ પર આવેલી એમેટ્રોન કંપનીમાં બાઇક (જીજે 01 એલએમ 5071) લઈને નોકરીએ જતો હતો. ત્યારે ટ્રક (જીજે 03 એએક્સ 7077)ના ચાલકે અડફેટે લેતાં બાઇક ચાલકનું રોડ પર પટકાતાં ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. જે અંગે કડી પોલીસ મથકમાં ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.

જ્યારે વિજાપુરના મહેસાણા રોડ પર પેટ્રોલપંપની સામે રોડ ઉપર કારચાલકે ગલ્લા ઉપર મસાલો ખાવા ગયેલા દેવપુરા વિસ્તારમાં પશુપાલનની મજૂરી કરતા બાબુભાઈ હરજીભાઈ રાવળને અડફેટે લેતાં ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. જ્યારે કારચાલક ફરાર થઈ ગયો હતો. વિજાપુર પોલીસે કનુભાઈ ભરવાડની ફરિયાદના આધારે કાર (જીજે 02 સીજી 0024)ના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...