મારામારી:ઊંઝાના ભુણાવમાં સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે મારામારીમાં 2 જણાને ઇજાઓ

મહેસાણા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓટલા ઉપર ઉભા રહી સામે જોવાની બાબતમાં થયેલી તકરાર
  • ઊંઝા પોલીસે બંને પક્ષના 13 શખ્સો સામે મારામારીનો ગુનો નોંધ્યો

ઊંઝા તાલુકાના ભુણાવ ગામે વણકરવાસમાં રહેતા કમલેશભાઇ રામજીભાઈ વણકરના કાકાની દીકરીએ ઓટલા ઉપર ઉભા રહેલા ચિરાગ અને નગીન સેનમાને બીજે ઉભા રહેવાનું કહ્યું હતું. પરંતુ તેઓ માનતા ન હોઇ કમલેશભાઇએ બંનેને ઓટલા ઉપર ઉભા રહેવાની ના પાડતાં તેઓ જતા રહ્યા હતા. પરંતુ કમલેશભાઈ ગામમાં વીર મહારાજના મંદિરે જતાં ચિરાગ અને નગીન સેનમા સહિત ચાર જણાએ ઓટલા ઉપર ઉભા હતા તેમાં તારે શું કામ હતું કહી ગડદાપાટુનો માર માર્યો હતો.

આથી કમલેશભાઇ ઘરે આવતાં ત્યાં પણ ઉપરાણું લઈને આવેલા નટવરભાઈ સેનમા સહિતના ત્રણ જણાએ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં કમલેશભાઈએ ચિરાગ સેનમા સહિત 8 સામે ફરિયાદ નોંધાવી હતી.

સામે પક્ષે નગીન મુકેશભાઈ સેનમા ગામમાં વીર મહારાજના મંદિરે દર્શન કરવા આવતાં યોગેશ કમલેશભાઈ અને અરવિંદભાઈ વણકરે તું અમારા ઘર સામું કેમ જોજો કરે છે કેમ કહી ઉશ્કેરાઈ જઇ માર માર્યો હતો. ઘરે પહોંચેલા નગીન સેનમાને ઉપરાણું લઈને આવેલા હરજીભાઈ અને રામજીભાઈ વણકરે પણ માર માર્યો હતો. નગીન સેનમાએ આ અંગે યોગેશ વણકર સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

કોની કોની સામે ફરિયાદ નોંધવામાં આવી
1 - ચિરાગ રમેશભાઈ સેનમા
2 - નગીન મુકેશભાઈ સેનમા
3 - રમેશભાઈ વિઠ્ઠલભાઈ સેનમા
4 - કાળુભાઈ નટવરભાઈ સેનમા
5 - નટવરભાઈ બબાભાઈ સેનમા
6 - ગોવિંદભાઈ બબાભાઈ સેનમા
7 - લક્ષ્મણભાઈ બબાભાઈ સેનમા
8 - મુકેશભાઈ વિઠ્ઠલભાઈ સેનમા
9 - વણકર યોગેશભાઈ હરજીવનભાઈ
10 - વણકર કમલેશભાઈ રામજીભાઈ
11 - વણકર અરવિંદભાઈ ખેમાભાઈ
12 - વણકર હરજીભાઈ ખેમાભાઈ
13 - વણકર રામજીભાઈ ખેમાભાઈ

અન્ય સમાચારો પણ છે...