તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:રોઝને બચાવવા જતાં બાઇક પરથી પટકાતાં 2 જણને ઇજા, મહેસાણાના ખદલપુર-રાણીપુરા રોડ પરની ઘટના

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવક વૃદ્ધને બાઇક પર ઘરે મૂકવા જતો હતો

મહેસાણા તાલુકાના ખદલપુર- રાણીપુરા ગામ વચ્ચે રસ્તામાં અચાનક આવી ગયેલા રોઝને બચાવવા જતાં બાઇક પરથી પટકાયેલા વૃદ્ધ સહિત બંનેને ગંભીર ઇજા થતાં સારવાર માટે મહેસાણા સિવિલમાં લવાયા હતા. ખદલપુર ગામના 70 વર્ષીય બબાજી જેસંગજી ઠાકોર શનિવારે ઘરેથી ખેતરે ગયા હતા અને ત્યાંથી કામ પૂર્ણ કરીપરત આવતા હતા.

ત્યારે રસ્તામાં મળેલા બાઇક ચાલકે દાદા ચાલતા કેમ, ચાલો ઘરે મૂકી જાઉં તેમ કહી બાઇક પર બેસાડી તેમને મૂકવા નીકળ્યો હતો. દરમિયાન ખદલપુરથી રાણીપુરા વચ્ચે એકાએક બાઇક સામે આવી ગયેલા રોઝને બચાવવા જતાં બંને બાઇક પરથી પટકાતાં માથા અને શરીરે ગંભીર ઇજા થઇ હતી. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક મહેસાણા સિવિલમાં લવાયા હતા. જ્યાં વૃદ્ધની હાલત ગંભીર હોઇ અમદાવાદ ટ્રાન્સફર કરવા તજવીજ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો