દુર્ઘટના:વિજાપુર પંથકમાં 2 અકસ્માતમાં મહિલા સહિત 2નાં મોત,3ને ઈજા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અભરામપુરાની સીમમાં એક્ટિવા સ્લીપ ખાતા પાછળ બેઠેલ મહિલાનું મોત
  • રણછોડપુરા ચાર રસ્તા નજીક કાર ચાલકે રીક્ષાની ટક્કર મારતા ગણેશપુરાના આધેડનું મોત,2 મુસાફરોને ઈજા

નવા વર્ષની શરૂઆતમાં જ વિજાપુર તાલુકામાં બે અલગ અલગ જગ્યાએ થયેલા બે અકસ્માતમાં એક મહિલા સહિત બે જણના મોત નીપજ્યાં હતા. જ્યારે ત્રણને ઈજાઓ પહોંચી હતીજ લાડોલ અને વિજાપુર પોલીસે બંને કેસમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

વિજાપુર તાલુકાના ગણેશપુરા ગામે રહેતા અનિલ સિંહ ઉદેસિંહ ઝાલા 28 ઓક્ટોબરના રોજ ગામના જયેશ પ્રજાપતિની રિક્ષા લઈને બે પેસેન્જર સાથે વિજાપુર જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં રણછોડપુરા ચોકડી ક્રોસ કરી રહ્યા હતા ત્યારે જી.જે.01.આર.ઇ.2301 નંબરની કારના ચાલકે અનિલ સિંહની રિક્ષાને ટક્કર મારતા રીક્ષામાં સવાર બે પેસેન્જર સહિત અનિલસિંહને ગંભીર ઇજાઓ પહોંચતા ત્રણેય જણને 108 મારફતે વિજાપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા.જ્યાં અનિલસિંહ ઝાલાને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.

જ્યારે તાલુકામાં બનેલા અન્ય એક અકસ્માતના બનાવમાં અભરામપુરા ગામે કલ્યાણપુરા વાસમાં રહેતા પટેલ રમેશભાઈ પ્રભુદાસ 28 ઓક્ટોબરના રોજ પોતાની પત્ની ભીખીબેન સાથે ગામની સીમમાં ખરોડ રોડ પર આવેલા ખેતરમાં ઢોર માટે ચાર લેવા માટે ગયા હતા ત્યારે તેમના મોટાભાઈ અમૃતભાઈનો દીકરો યોગેશ એક્ટીવા લઈને ખેતરમાં આવ્યો હતો અને તે પરત ઘરે જતો હોય રમેશભાઈએ પોતાની પત્ની ભીખીબેનને તેની સાથે એક્ટિવા પર ઘરે મોકલ્યા હતા. રસ્તામાં યોગેશનું મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા ભીખીબેન અને ચાલક યોગેશ બંને રોડ પર પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ભીખીબેનને વિજાપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પોલીસે એક્ટીવા ચાલક યોગેશ પટેલ વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...