મેઘમહેર:છેલ્લા 24 કલાકમાં વિજાપુરમાં પોણા 2 ઇંચ, વડનગરમાં સવા એક ઇંચ,ખેરાલુમાં 15 મીમી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધનસુરામાં પોણા 5, ખેડબ્રહ્મામાં સાડા 4 અને મેઘરજમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, 19 જુલાઇ સુધી વરસાદનું જોર ઓછું રહેશે
  • રાત્રે 33 તાલુકામાં​​​​​​​ પોણા 5 ઇંચ સુધીના વરસાદ બાદ દિવસે 11 તાલુકામાં ઝાપટાં

ઉત્તર ગુજરાતમાં મંગળવાર સાંજે 6 થી બુધવાર સવારે 6 વાગ્યા સુધી વરસાદે 33 તાલુકામાં રમઝટ બોલાવ્યા બાદ બુધવાર સાંજે 6 વાગ્યા સુધી વિરામ લીધો હોય તેમ માત્ર 11 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ધનસુરામાં પોણા 5 ઇંચ, ખેડબ્રહ્મામાં સાડા 4 ઇંચ અને મેઘરજમાં 3 ઇંચ નોંધાયો હતો. બુધવાર દિવસ દરમિયાન મહેસાણા અને પાટણ જિલ્લાના એકપણ સ્થળે નોંધણી લાયક વરસાદ વરસ્યો ન હતો.

મહેસાણા જિલ્લામાં વિજાપુરમાં પોણા 2 ઇંચ, વડનગરમાં સવા 1 ઇંચ, ખેરાલુમાં 15 મીમી, સતલાસણામાં 13, વિસનગરમાં 7, કડીમાં 4, મહેસાણા-ઊંઝામાં 3-3 મીમી, જોટાણામાં 2 મીમી, બહુચરાજીમાં 1 મીમી નોંધાયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ, 15 જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. ત્યાર બાદ 19 જુલાઇ સુધી છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.

પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં 13 મીમી, ચાણસ્મામાં 1 મીમી, જ્યારે બનાસકાંઠામાં અમીરગઢમાં દોઢ ઇંચ, વડગામમાં 11 મીમી, પાલનપુરમાં 7 મીમી, દાંતીવાડામાં 8 મીમી, દાંતામાં 6 મીમી, ડીસામાં 6 મીમી, ભાભરમાં 1 મીમી, સાબરકાંઠામાં ખેડબ્રહ્મામાં સાડા 4 ઇંચ, પોશીનામાં અઢી ઇંચ, હિંમતનગર- ઇડરમાં 2-2 ઇંચ, વડાલીમાં પોણા 2 ઇંચ, પ્રાંતિજમાં 1 ઇંચ, વિજયનગર-તલોદમાં પોણા 1 ઇંચ પડ્યો હતો.

ધરોઇ ડેમમાં પાણીની ફ્લો વધતાં 12 દિવસમાં 7.29% પાણી સંગ્રહ થયું
ઉપરવાસમાં સારા વરસાદના પગલે ધરોઇ ડેમમાં 2 જુલાઇથી પાણીની આવક ચાલુ છે. મંગળવાર રાત્રે 10 વાગે 555 ક્યુસેક આવક 11 કલાકે વધી 3333 ક્યુસેકની થઇ હતી. બુધવાર સવારે 7 કલાકે આવક વધી 13333 ક્યુસેક થયા બાદ ધીમે ધીમે આવક ઘટવા લાગી હતી. રાત્રે 8 કલાકે 1666 ક્યુસેકની રહી હતી. છેલ્લા 12 દિવસમાં ડેમમાં ડેમમાં લગભગ 6079 કરોડ લિટર પાણીની આવક થતાં સપાટી 1.96 મીટર વધી છે. આ સાથે ડેમના કુલ જથ્થામાં 7.29% નો વધારો થયો છે. ધરોઇ ડેમમાં 22.49% સાથે 18291 કરોડ લિટર પાણીનો કુલ જથ્થો થયો છે.

અન્ય સમાચારો પણ છે...