તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર ગુજરાતના 29 તાલુકામાં વરસાદ:વડગામમાં 2 ઈંચ,બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી

મહેસાણા,બનાસકાંઠા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અેક સાથે વરસાદ અાપતી 3 સિસ્ટમ સક્રિય થતાં હજુ 2 થી 3 દિવસ વરસાદની શક્યતા
  • આગાહીને પગલે તમામ પ્રાંત અધિકારી, સંકલન અધિકારી, મામલતદાર, ચીઓફઅને ટીડીઓએ જરૂરી તકેદારી રાખવા અને હેડ કવાર્ટર ન છોડવા આદેશ

ઉત્તર ગુજરાતમાં બુધવાર રાત્રે 8થી ગુરૂવાર સાંજે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં 29 તાલુકામાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં સાૈથી વધુ ઊંઝા પંથકમાં સવા બે ઇંચ અને સિદ્ધપુર અને વડગામ પંથકમાં 2 ઇંચ સાથે મોડાસા પંથકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે 25 તાલુકામાં 1 મીમીથી માંડી પોણા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ રહી હતી. વરસાદ વરસવા છતાં તાપમાન 38 થી 39 ડિગ્રીની વચ્ચે રહેતાં ઉકળાટનો કહેર અોછો થયો ન હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં હાલમાં વરસી રહેલો વરસાદ પ્રિ-મોનસુનનો ભાગ છે.

ભાભરમાં ગુરૂવારે બપોર બાદ અચાનક વરસાદ પડતા કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક પ્રસરી હતી.
ભાભરમાં ગુરૂવારે બપોર બાદ અચાનક વરસાદ પડતા કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક પ્રસરી હતી.

ઉત્તર ગુજરાતમાં 20 જૂનથી ચોમાસુ સક્રિય થનાર છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે આપત્તિ નિયમન વિભાગના અધિકારી સંજય ચૌહાણે જણાવ્યું હતું કે, હવામાન ખાતા તરફથી તારીખ 17 જૂન 2021થી આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી હોઇ તમામ પ્રાંત અધિકારી, સંકલન અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીએ જરૂરી તકેદારી રાખવા અને પરવાનગી સિવાય હેડ કવાર્ટર ન છોડવા નિવાસી અધિકારી એ. ટી. પટેલે આદેશ કર્યો છે.

3 સિસ્ટમ અેક્ટીવ થતાં ઉ.ગુ.માં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના મતે, અેક સાથે 3 સિસ્ટમ અેક્ટીવ થતાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં પશ્ચિમ રાજસ્થાનથી બંગાળ સુધીની ટ્રફ લાઇન, દરીયાઇ સપાટીથી 5.8 કિલોમીટર ઉપર સર્જાયેલું વેસ્ટન ડિસ્ટબન્સ અને દક્ષિણ પાકિસ્તાન અને તેના અાસપાસના વિસ્તારોને સ્પર્શતું સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદ મળી રહ્યો છે. અાગામી 2 થી 3 દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની શક્યતા છે.

હવામાન વિભાગની અાગાહી મુજબ, અેક સાથે અેક્ટીવ થયેલી 3 સિસ્ટમના કારણે અાગામી 2 થી 3 દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની શક્યતા છે. અા વરસાદ છુટાછવાયા વિસ્તારોમાં રહેશે. તેમજ વરસાદ સાથે ભારે પવન અને ગાજવીજ પણ થઇ શકે છે.

ઉ.ગુ.ના 29 તાલુકામાં વરસાદની સ્થિતિ

  • મહેસાણા : ઊંઝામાં 54 મીમી, કડીમાં 22 મીમી, બહુચરાજીમાં 17 મીમી, સતલાસણામાં 14 મીમી, વિજાપુરમાં 12 મીમી, ખેરાલુમાં 8 મીમી, મહેસાણામાં 5 મીમી, વડનગરમાં 5 મીમી અને વિસનગરમાં 2 મીમી
  • પાટણ : સિદ્ધપુરમાં 51 મીમી,શંખેશ્વરમાં 13 મીમી,સમીમાં 10 મીમી,રાધનપુરમાં 10 મીમી, ચાણસ્મામાં 1 મીમી
  • સાબરકાંઠા : પ્રાંતિજમાં 16 મીમી, તલોદમાં 11 મીમી અને હિંમતનગરમાં 3 મીમી
  • અરવલ્લી : મોડાસામાં 38 મીમી,ધનસુરામાં 11 મીમી,બાયડમાં 8 મીમી,માલપુરમાં 6 મીમી,મેઘરજમાં 1 મીમી
  • (નોંધ : વરસાદના અાંકડા બુધવાર રાત્રે 8 થી ગુરૂવાર સાંજે 8 વાગ્યા સુધીના)
અન્ય સમાચારો પણ છે...