તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:જલોત્રામાં એક કલાકમાં 2 ઇંચ,ધાનેરામાં અડધો ઈંચ

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
જલોત્રામાં સોમવારે એક કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જેને લઇ રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. - Divya Bhaskar
જલોત્રામાં સોમવારે એક કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જેને લઇ રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા.
  • ઉ.ગુ.માં પ્રિ-મોન્સૂનમાં 0.50 ઇંચ, જેઠમાં 3.40 ઇંચ, અષાઢમાં 5.28 ઇંચ અને શ્રાવણમાં 2.36 ઇંચ વરસાદ વરસ્યો
  • હારિજમાં દોઢ, સરસ્વતીમાં અડધો ઈંચ વરસાદ, વિજયનગરમાં એક ઈંચ વરસાદ વરસ્યો

ઉત્તર ગુજરાતમાં સોમવાર સવારે વરસાદના વિરામ વચ્ચે ઉઘાડ નીકળ્યો હતો. જેને લઇ બપોર સુધીમાં મુખ્ય 5 શહેરોનું તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. ભેજયુક્ત વાતાવરણ વચ્ચે ગરમી વધતાં અસહ્ય ઉકળાટનો કહેર વરસ્યો હતો. જોકે, સાંજના 4 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ સાંજે 6 વાગ્યા સુધીમાં 11 તાલુકામાં હળવાથી 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામના જલોત્રામાં બે ઈંચ, પાટણ જિલ્લાના હારિજમાં દોઢ ઈંચ, વિજયનગરમાં એક ઇંચ તેમજ વડગામ, ધાનેરા, વડનગરમાં અડધો ઇંચ પડ્યો હતો. જ્યારે દાંતા, અમીરગઢ, મહેસાણા, પાલનપુર, ભિલોડા, દાંતીવાડા અને વડાલીમાં ઝાપટાં પડ્યાં હતાં.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમની અસરના કારણે સોમવાર સવારે કચ્છ ઉપર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ રચાઇ હતી. જેના કારણે સોમવાર સાંજથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા. દિવસભરના વિરામ બાદ સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં પાટણ જિલ્લામાં સૌથી વધુ હારિજમાં દોઢ ઈંચ, સરસ્વતી તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત સિદ્ધપુરમાં નવ અને પાટણમાં 8 મીમી વરસાદ નોંધાયો છે.

વિજયનગરમાં સાૈથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉપરાંત, વડગામના જલોત્રામાં બે ઈંચ અને ધાનેરામાં 15-15 મીમી, વડનગરમાં 10 મીમી, મહેસાણાઅને ભિલોડામાં 2-2 મીમીઅને વડાલીમાં 1-1 મીમી વરસાદ નોંધાયો હતો. સોમવારે વડગામના જલોત્રામાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વડગામ અને ધાનેરા તાલુકામાં 15-15 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે દાંતામાં 8, અમીરગઢમાં 4 અને પાલનપુરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.

આજથી ઉ.ગુ.ના 76%થી વધુ વિસ્તારમાં વરસાદ જામશે
હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીની લો-પ્રેશર સિસ્ટમના કારણે મંગળવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડની શરૂ થશે. સોમવારની સ્થિતિએ 10 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતના 76%થી વધુ વિસ્તારમાં વરસાદની શક્યતા છે.

આ દરમિયાન પાંચેય જિલ્લામાં 2.5 મીમીથી માંડી 2.50 ઇંચ સુધીના વરસાદની શક્યતા છે. જ્યારે તા.8 અને 9 સપ્ટેમ્બરના રોજ અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 2.50 ઇંચથી લઇ 4.62 ઇંચ સુધીનો ભારે વરસાદ વરસી શકે છે.

અન્ય સમાચારો પણ છે...