મેઘમહેર:જોટાણામાં સવા 2, કડી-બહુચરાજી-વિસનગરમાં સવા, સતલાસણામાં એક અને મહેસાણામાં પોણો ઇંચ વરસ્યો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.ના 47માંથી 44 તાલુકામાં મેઘમહેર
  • હિંમતનગરમાં સાડા 3 અને ઇડર-હારિજમાં પોણા 3 ઇંચ, 17 તાલુકામાં 1 ઇંચથી વધુ પડ્યો, ધરોઇની સપાટી 4.33 ફૂટ વધી

ઉ.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 પૈકી 44 તાલુકામાં મેઘમહેર થઇ હતી. જેમાં 17 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ સાડા 3 ઇંચ હિંમતનગરમાં વરસ્યો હતો. ઇડર અને હારિજમાં પોણા 3 ઇંચ, મેઘરજમાં અઢી ઇંચ, વડાલી, બાયડ અને જોટાણામાં સવા 2 ઇંચ તેમજ વડગામમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં જોટાણામાં સવા 2 ઇંચ, કડી, બહુચરાજી અને વિસનગરમાં સવા એક ઇંચ, સતલાસણામાં એક ઇંચ, મહેસાણામાં પોણો ઇંચ તેમજ ઊંઝા, ખેરાલુ, વડનગર અને વિજાપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

આગાહી : આજે અડધાથી 2 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે
હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 10 થી 40 મીમી સુધીના વરસાદની શક્યતા છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું જોર વધુ રહેશે. જોકે, મહેસાણા અને પાટણ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

ધરોઇ ડેમમાં 7 દિવસમાં 3895 કરોડ લિટર પાણીની આવક
ધરોઇ ડેમમાં ગત 2 જુલાઇથી સતત પાણીની આવક વચ્ચે શુક્રવાર સવારે 11 વાગ્યાથી 833 ક્યુસેકથી આવક વધીને 1666 ક્યુસેક થઇ છે. છેલ્લા 7 દિવસમાં લગભગ 3895 કરોડ લિટર પાણીની આવકથી કુલ જથ્થામાં 4.79%નો વધારો થયો છે અને સપાટી 4.33 ફૂટ વધી છે.

ઉ.ગુ.ના 47 પૈકી 44 તાલુકામાં વરસાદ: ઊંઝા, ખેરાલુ, વડનગર અને વિજાપુરમાં અડધો ઇંચ પડ્યો

  • પાટણ જિલ્લો : હારિજમાં પોણા 3 ઇંચ, સમીમાં દોઢ ઇંચ, રાધનપુરમાં 1 ઇંચ, પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા અને સરસ્વતીમાં પોણા 1 ઇંચ, શંખેશ્વરમાં 7 મીમી
  • ​​​​​બનાસકાંઠા જિલ્લો : વડગામમાં 2 ઇંચ, પાલનપુરમાં 1 ઇંચ, દિયોદર, ભાભરમાં પોણા 1 ઇંચ, કાંકરેજમાં અડધો ઇંચ, સુઇગામમાં 10 મીમી, દાંતામાં 7 મીમી, દાંતીવાડામાં 6 મીમી, થરાદમાં 5 મીમી, લાખણીમાં 2 મીમી, અમીરગઢ-ડીસામાં 1-1 મીમી
  • ​​​​​​સાબરકાંઠા જિલ્લો : હિંમતનગરમાં સાડા 3 ઇંચ, ઇડરમાં પોણા 3 ઇંચ, વડાલીમાં સવા 2 ઇંચ, તલોદ અને પ્રાંતિજમાં સવા 1 ઇંચ, પોશીના, વિજયનગરમાં 8-8 મીમી, ખેડબ્રહ્મામાં 6 મીમી
  • અરવલ્લી જિલ્લો : મેઘરજમાં અઢી ઇંચ, બાયડમાં સવા 2 ઇંચ, ધનસુરામાં દોઢ ઇંચ, ભિલોડામાં સવા 1 ઇંચ, માલપુરમાં 1 ઇંચ, મોડાસામાં 9 મીમી
અન્ય સમાચારો પણ છે...