તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખુ ચોમાસુ આ સ્થિતિ રહેશે:સિઝનના પ્રથમ વરસાદમાં રાધનપુર સર્કલથી મોઢેરા સર્કલ સુધી 2 કલાક ટ્રાફિકજામ..

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોમાસુ શરૂ થયાના પ્રથમ દિવસે જ મહેસાણા શહેરમાં શુક્રવાર સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. સિઝનના પ્રથમ ભારે વરસાદમાં જ મુખ્ય હાઇવે પર બની રહેલાં અંડરપાસના કારણે ટ્રાફિકજામ થયો હતો. અંડરપાસની બંને બાજુના સર્વિસ રોડ પર પાણી ભરાયું હતું તેમજ ચોકઅપ થયેલી વરસાદી લાઇનના કારણે રોડ પર નદી વહેતી થઇ હોય તેવા દ્રર્શ્યો સર્જાયા હતા.

બીજી બાજુ અંડરપાસની બંને બાજુ પાણીના નિકાલ માટે નંખાયેલી પાઇપલાઇન પર 20 જેટલા સ્થળે ધોવાણ થતાં ભૂવા પડ્યા હતા. જેને લઇ રાધનપુર સર્કલથી મોઢેરા સર્કલ સુધી સાંજે 5 થી 7 વાગ્યા સુધી ભારે ટ્રાફિક જામ રહ્યો હતો. બંને સર્કલ વચ્ચેનું દોઢ કિલોમીટરનું અંતર કાપતાં એક વાહનને 20 થી 30 મિનિટનો સમય લાગ્યો હતો. પાણીની નિકાલની હજુ યોગ્ય વ્યવસ્થા નહીં કરાય તો આખું ચોમાસુ ભારે વરસાદમાં આવી જ સ્થિતિ રહેશે. }પ્રમોદ શાહ

અન્ય સમાચારો પણ છે...