મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગ્રામ્ય રક્ષક દળ (જી.આર.ડી) તરીકે ફરજ બજાવતાં બે જવાન ટ્રાન્સપોર્ટ માલિકની ટ્રકો રાત્રી ડ્યુટી દરમ્યાન રોકી ટ્રકદિઠ વ્યવહારમાં રૂ. 12 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં પકડાયા હતા. આ બંન્ને આરોપી પીલુદરના સંજયસિંહ ભવાનજી ચાવડા અને મહિપતસિંહ જગતસિંહ ચાવડાને મહેસાણામાં સેશન્સ જજ એ.એલ. વ્યાસની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ અરજ કરવામાં આવી હતી.
જેમાં સરકારી વકીલ પરેશકુમાર કે દવેએ દલીલ કરી કે, જી.આર.ડીનું કામ પોલીસ એજન્સીને મદદરૂપ થઇ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોતાની ફરજ પુરી કરવાની હોય છે. આરોપીએ જે રોકડા રૂપિયા લીધા તે બીજા કોઇ અધિકારી કે પોલીસ સ્ટાફને આપવાના હતા કે કેમ તેથી તપાસ કરવી જરૂરી છે. આરોપીઓનું એન.એફ.એસ.યુ ગાંધીનગર ખાતે વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટ લેવુ જરૂરી છે. તેથી આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર છે. આ દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે બંન્ને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.