ACBની સફળ ટ્રેપ:મહેસાણા તાલુકા પોલીસ મથકના 2 GRD જવાન 12 હજારની લાંચ લેતા ઝડપાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રી દરમિયાન ટ્રકો રોકી કાર્યવાહી નહી કરવા લાંચ માંગી હતી
  • એસીબી ટીમે બે લાંચિયા GRD જવાનને રંગેહાથ ઝડપી પાડયા હતા

મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા 2 GRD જવાન 12 હજાર રૂપિયાની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા. રાત્રી દરમિયાન ટ્રકોને રોકી કાર્યવાહી નહી કરવા લાંચ માંગી હતી.

મહેસાણા શહેરમા માલગોડાઉન રોડ પર આવેલા એક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વેપારી પાસે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા GRD જવાન મહિપત સિંહ જગત સિંહ ચાવડા અને સંજય સિંહ ભવાનજી ચાવડાએ વેપારી પાસે રાત્રે ટ્રકો રોકી કાર્યવાહી નહી કરવા માટે લાંચ માંગી હતી. જ્યાં ફરિયાદીને આરોપીઓએ ટ્રક દીઠ વ્યવહાર કરવા જણાવ્યું હતું. માસિક 15 હજારનો હપ્તો માગ્યો હતો.

આ મામલે ફરિયાદીએ મહેસાણા એસીબી ટીમને જાણ કરી હતી. જેથી ફરિયાદીએ આરોપી GRD જવાનને પોતાની માલગોડાઉન ઓફિસ ખાતે પૈસા લેવડ-દેવડ મામલે વાતચીત કરવા બોલાવ્યો હતો. જ્યાં 15 હજારમાંથી 12 હજારની લાંચ લેવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન પૈસા લેતાંની સાથે જ મહેસાણા એસીબી ટીમે બે લાંચિયા GRD જવાનને રંગેહાથ ઝડપી પાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...