તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુદ્દામાલ જપ્ત:કુકરવાડામાંથી રૂ.36728ના દારૂ સાથે 2 ઝડપાયા,1 ફરાર

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ રૂ.71728નો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા એલસીબીએ વિજાપુરના કુકરવાડા ગામના સ્વામી વિવેકાનંદ સ્પાન કોમ્પ્લેક્ષની દુકાનમાં રેડ કરી રૂ.36728ની દારૂ-બીયર 2 શખ્સોને ઝડપ્યા હતા. ઝડપાયેલા 2 શખ્સ અને ફરાર 1 શખ્સ સહિત કુલ 3 શખ્સો સામે વસાઇ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

એલસીબી પીએસઆઇ એસ.ડી.રાતડા ગુરૂવારે બાતમી મળી કે, કુકરવાડામાં સ્વામી વિવેકાનંદ સ્પાન કોમ્પ્લેક્ષની 77 નંબરની દુકાનમાં ટીમ સાથે રેડ કરતાં દુકાન આગળ ઉભેલા ચાૈહાણ ધ્રુવિલ અજીતસિંહ (રહે.ગેરીતા-કોલવડા,તા.વિજાપુર) અને બારડ ગોવિંદજી દશરથજી (રહે.ઉબખલ, તા.વિજાપુર) પોલીસને જોઇ ભાગવા જતાં ઝડપ્યા હતા. પોલીસે દુકાનનું તાળું તોડી તપાસ કરતાં રૂ.36728ની દારૂ-બીયરની 239 બોટલ મળી હતી. બંને પાસેથી રૂ.25 હજારનું બાઇક (જીજે 02 ડીસી 2588) અને રૂ.10 હજારના 2 મોબાઇલ મળી કુલ રૂ.71728નો મુદ્દામાલ ઝબ્બે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...