કેબલ ચોરી:મહેસાણા બાયપાસ ખાનગી કંપનીમાં કેબલ ચોરનાર 2 ભાઈઓ ઝડપાયા

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પોલીસે ત્રીજા શખ્સને વોન્ટેડ જાહેર કર્યો

મહેસાણા શહેરના બાયપાસ રોડ ઉપર ખોડીયાર ચોકડી નજીક સેપ રોડટેક ઈન્ડીયા પ્રા.લિ. નામની કંપનીમાં કેબલ ચોરી કરનાર મહેસાણાના 2 ભાઈઓને પકડીને તાલુકા પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલા શખ્સો પાસેથી રૂપિયા 21 હજારનો કેબલ જપ્ત કરીને પોલીસે ત્રીજા શખ્સને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે.

મહેસાણા તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે બાયપાસ રોડ ઉપર ખોડીયાર ચોકડી નજીક દેદીયાસણ રોડ ઉપરથી રીક્ષા (જીજે-18 એએક્સ-0871)માં કેબલ હોવાથી પૂછપરછ કરતાં તેઓએ સેપ રોડટેક ઈન્ડીયા પ્રા.લિ. નામની કંપનીમાંથી કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરતાં રૂપિયા 21 હજારનો કેબલ જપ્ત કરીને બંને ભાઈએની ધરપકડ કરી હતી. જ્યારે ચોરીમાં ત્રીજો શખ્સ સંડોવાયેલો હોવાથી તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.

આરોપીઓના નામ
1. ઠાકોર યોગેશ તખાજી દરગાજી
2. ઠાકોર જગદીશ તખાજી દરગાજી
બંને રહે. સહયોગ સોસાયટીની પાછળ ખુલ્લી જગ્યામાં, તાવડીયા રોડ, મહેસાણા
3. કરણ સરતાન દેવીપૂજક રહે. સધીમાતાના મંદિર પાસેના છાપરામાં, મહેસાણા (વોન્ટેડ)

અન્ય સમાચારો પણ છે...