તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વિજાપુરના ટીંટોદણ ચાર રસ્તા પાસે 2 બાઇક ટકરાતાં, 4 ઘાયલ

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિસનગરના ધામણવાના 3 જણાં ઘાસચારો જોઇ પરત ફરતા હતા

વિસનગરના ધામણવા ગામની ત્રણ વ્યક્તિઅો બુધવારે પશુઅો માટેનો ઘાસચોરો જોઇ ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે વિજાપુરની ટીંટોદણ ચોકડી પર તેમની બાઇક સાથે અન્ય અેક બાઇક અથડાયું હતું. અા અકસ્માતમાં કુલ 4 વ્યક્તિઅોને ઇજા પહોંચી હતી. તેમજ ઇજાગ્રસ્તોને કુકરવાડાના સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અાપ્યા બાદ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જે પૈકી અેક વ્યક્તિને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીયર કરાયા હતા.

ધામણવા ગામના લગધીરભાઇ ઘેલાભાઇ રબારી તેમના કાકાના દીકરા વિહાભાઇ વેલાભાઇ રબારી અને નરેશભાઇ રમેશભાઇ દંતાણી બુધવાર સવારે બાઇક (જીજે 02 સીઅેફ 1988) લઇને પિલવાઇ થી રામનગર પશુઅો માટે ઘાસચારો જોવા ગયા હતા. ત્રણેય જણા ઘરે પરત અાવી રહી હતી ત્યારે 8.30 કલાકે ટીંટોદણ ચોકડી પર અેક અન્ય બાઇકે તેમને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

જેમાં બાઇક પર સવાર ત્રણેય વ્યક્તિઅો સાથે ટક્કર મારનાર બાઇકના ચાલકને ઇજા પહોંચતાં કુકરવાડા સરકારી દવાખાને ખસેડાયા હતા. અકસ્માતમાં વિહાભાઇ રબારી અને નરેશભાઇ દંતાણીને વધુ ઇજા હોઇ તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જેમાં વિહાભાઇ રબારીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. વસઇ પોલીસે બાઇક (જીજે 18 સીઇ 2723)ના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...