કાર્યવાહી:મહિલાનો 80 હજારનો સોનાનો દોરો તોડી 2 બાઇકસવાર ફરાર

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કડી-સાણંદ રોડ પર જેતપુરા રામદેવપીર મંદિર નજીક ઘટના
  • સાણંદના ભવાનપુરનું દંપતી ધાંધલપુરથી પરત ઘરે જતું હતું

કડી-સાણંદ રોડ પર જેતપુરા ગામ નજીક પતિ સાથે બાઇક પર જઈ રહેલી મહિલાના ગળામાંથી બે બાઈક સવાર રૂ.80 હજારનો સોનાનો દોરો ખેંચી ફરાર થઈ ગયા હતા. જે અંગે બાવલુ પોલીસે તપાસ હાથ ધરી છે.

સાણંદ તાલુકાના ભવાનપુર ગામે રહેતા ઠાકોર ક્રિષ્ણાબેન બાદરજી ગત 17 જુલાઈએ પતિ સાથે પિયર ધાંધલપુર ગામે સામાજિક કામે ગયાં હતાં. કામ પતાવી બંને પતિ-પત્ની બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે કડીથી સાણંદ તરફ જતા હાઇવે પર જેતપુરા ગામે રામદેવ પીરના મંદિર નજીક પલ્સર બાઇક પર આવેલા 20 વર્ષના 2 યુવાનો ક્રિષ્ણાબેનના ગળામાંથી રૂ.80 હજારનો સોનાનો દોરો તોડી મેડા આદરજ ગામ તરફ નાસી છૂટ્યા હતા.

પોલીસે ક્રિષ્ણાબેન ઠાકોરની ફરિયાદ આધારે ગુનો નોંધ્યો છે. અંતરિયાળ ગામડાનાં રોડ પર ધોળાદહાડે મહિલાનો સોનાનો દોરો ખેંચાતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...