મહેસાણા-પાલનપુર સિક્સલેન હાઇવે પર રોજબરોજ કેટલા વાહનો પસાર થયા તેની માહિતી સરકારી કર્મચારીઓ ચપટી વગાડતા હવે મેળવી શકશે.કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ મહેસાણા પાલનપુર સિક્સલેન માર્ગ પર લાખોના ખર્ચે બે ATCC એટલે કે ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલર ક્લાસિફાયર સિસ્ટમ ફીટ કરી દેવામાં આવી છે.આ સિસ્ટમ મારફતે હવે રોડ પર પસાર થતા કોઈ પણ વાહનનો આંકડો સચોટ મળી રહેશે.હાલમાં આ સિસ્ટમ લગાવી દેવામાં આવી છે.રોડ પૂરો તૈયાર થઈ ગયા બાદ આ સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવશે.
50 લાખના ખર્ચે 2 ATCC સિસ્ટમ રોડ પર ફીટ કરાયા
કરોડોના ખર્ચે નવા બની રહેલા મહેસાણા-પાલનપુર સિક્સલેન રોડ પર ATCC સિસ્ટમ ફિટ કરાઈ છે. જેમાં એક સિસ્ટમની કિંમત 25 લાખ હોવાનું સામે આવ્યું છે. ત્યારે 60 km લાંબા આ હાઇવે પર આવા બે સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. જેમાં એક મહેસાણાના મોટી દાઉ પાસે અને એક છાપી નજીક ફીટ કરવામાં આવી છે. હાઇવે પર કયા સમયે કેટલા અને કયા પ્રકારના વાહનો પસાર થયા અને કઈ બાજુથી વાહનો આવ્યા એ અંગેના ડેટા આ સિસ્ટમમાં સ્ટોર થશે
વાહનોના આંકડા પરથી ભવિષ્યમા રોડ અપગ્રેડ કરવામાં મદદ થશે
રોડીકટ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડના ટીમ લીડર જે.પી.તિવારી એ 'દિવ્ય ભાસ્કર' ને જણાવ્યું હતું કે, મહેસાણા-પાલનપુર સિક્સલેન બનાવ્યા પહેલા અપેસિલ ટીમ મારફતે રોડ પર રોજના કેટલા વાહનો પસાર થઈ રહ્યા છે એનો સર્વે કરાયા બાદ આ રોડની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.રોડ પર ATCC સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. જેના થકી ભવિષ્યમાં રોડ પર વાહનોનો ઘસારો કેટલો થયો એ ડેટા મેળવી બાદમાં રોડ અપગ્રેડ કરવા આગોતરુ આયોજન કરી શકાય છે.
ભાદરવી પૂનમ પર જતાં પદયાત્રીઓ માટે રોડ પર અલગ લેન
મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી ખાતે મા બહુચરના દર્શને ભાદરવી પૂનમે પાલનપુર બાજુથી આવતા પદયાત્રીઓ માટે આ સિક્સલેન રોડ પર ખાસ લેન બનાવવા આવી છે. જેમાં ભાદરવી પૂનમના દસએક દિવસ અગાઉ લેન પણ ખાસ પદયાત્રીઓ માટે ચિહ્નો બનાવ્યા છે તેમજ ભાદરવી પૂનમના દસ દિવસ અગાઉ આ લેન પર બેરીકેટ કરી દેવામાં આવશે જેથી પદયાત્રીઓ અાસાનીથી અને અકસ્માતના ભય વિના પોતાની પદયાત્રા કરી શકે.
444 કરોડના ખર્ચે 6 માર્ગીય હાઇવે બનાવાયો
મહેસાણા પાલનપુર સિક્સલેન હાઇવે 444 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે.ત્યારે આ હાઇવે પર ખાસ પ્રકારની સુવિધાઓ પણ ઉભી કરાઈ છે. જેમાં દરેક બસ સ્ટોપેજ પર રેડિયમ પેઇન્ટ કરી લાંબી લીલા કલરની ચાદર પાથરી દેવામાં આવી છે. જે થકી રેડિયમના કરણે રાત્રે ડ્રાઇવરે આસાનીથી બસ સ્ટોપેજ પર ઉભી કરી શકે,ત્યારબાદ રોડ પર ટ્રકો માટે પણ પાર્કિગ અને શૌચાયાલ તેમજ રેસ્ટ માટે સુવિધા કરાઈ, અકસ્માત અટકાવવા માટે તમામ પ્રકારના સૂચક ચિન્હો લગાવાયા,રોડ પર સોલાર સ્ટ્રીટ લાઈટો ગોઠવવામાં આવી છે,આગામી સમયમાં 60 km ના હાઇવે પર સિદ્ધપુર ખાતે સરસ્વતી નદી અને હાથમતી નદી પરના પુલ પહોળા કરવાનું આયોજન પણ કરાઇ રહ્યું છે.
રોડીકટ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડના ટીમ લીડર જી.પી.તિવારીએ 'દિવ્ય ભાસ્કર'ને જણાવ્યું કે, ATCC નું કામ એ છે કે હાઇવે પર કઈ લેન પરથી કેટલો ટ્રાફિક પ્રતિ મિનિટે ગુજરે છે.તેની રેકોર્ડિંગ કરે છે.તેમાં લાગેલા ક્લાસિફાયરમા ક્યાં પ્રકારનું વાહન પસાર થયું તેને કાઉન્ટ કરી ડેટા સેવ કરે છે.આનાથી ફાયદો એ છે કે એક દિવસ અથવા એક મહિનામાં કેટલો ટ્રાફિક જાય છે.આ સિસ્ટમ મારફતે ડેટા નીકાળી શકાય છે.આવા બે સિસ્ટમ લગાવાયા છે એક મોટી દાઉ અને એક તેનીવાડામા એક સિસ્ટમ સેટ કેટલા લેન પર લાવવાનો છે એના આધારે કિંમત થાય છે મહેસાણા પાલનપુર હાઇવે પર 6 લેન છે જેથી અહીંયા 25 લાખના ખર્ચે એક સિસ્ટમ સેટ લગાવવામાં આવ્યો છે.ઉત્તર ગુજરાતમાં માત્ર બે જ રોડ પર આ સિસ્ટમ ફિટ છે એક રાધનપુર ચાણસ્મા હાઇવે અને મહેસાણા પાલનપુર હાઇવે પર આ સિસ્ટમ ફિટ છે.
19 જુલાઈ 2022ના રોજ બપોર 3 વાગ્યાથી 3.35 સુધીમાં 661 વાહનો પસાર થયા
19 જુલાઈએ સિસ્ટમના કરાયેલી ટેસ્ટિંગ સમયે 6 લેન પર કુલ 95 ટુ અને થ્રિ વહીલર પસાર થયા,395 જીપ અને કાર,58 lcv વાહન,65 બસ અને ટ્રક,એમ એક્સલ 48 મળી કુલ 661 વાહનો 35 મિનિટમાં 6 લેન પરથી પસાર થયા હોવાનું નોંધાયું હતું,.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.