રેડ:આસજોલ ગામે ખેતરમાંથી 1.96 લાખનો દારૂ ઝડપાયો, ​​​​​​​કુલ 8 સામે ફરિયાદ

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બહુચરાજી પોલીસે મહિલા સહિત 2 ને ઝડપ્યા
  • 1.96 લાખનો દારૂ અને 30 હજારના 2 બાઇક મળી કુલ ‌~ 2.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

બહુચરાજી પોલીસે ગુરૂવાર વહેલી સવારે ઓસજોલ ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાંથી રૂ.1.96 લાખની કિંમતની દારૂની 2195 બોટલ ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી એક મહિલા અને પુરૂષને ઝડપી પાડ્યા હતા. દારૂના જથ્થાનો સપ્લાય કરનાર અને મંગાવનાર સહિત કુલ 8 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બહુચરાજી પોલીસ મથકના ઇ.પીઆઇ એમ.જે.બારોટ સહિતની ટીમે ગુરૂવાર સવારે સવા ત્રણ વાગ્યાની આસપાસ બાતમીના આધારે આસજોલ ગામની સીમમાં પ્રજાપતિ મુકેશકુમાર કાંતિલાલની ખેતરમાં આવેલી ઓરડીમાં રેડ કરી હતી.

ઓરડીમાંથી રૂ.1,96,745 ની કિંમતની દારૂની 2195 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે નંદુભા ચંપુભા વાઘેલા (મૂળ રહે.આકોલી, તા.કાંકરેજ, જિ.બ.કાં.) અને જશીબેન નવુભા સોલંકી (મૂળ રહે.ડોડીવાડા, તા.બહુચરાજી) ને ઝડપી પાડ્યા હતા. આ મામલે પોલીસે દારૂના જથ્થા સાથે રૂ.30 હજારની કિંમતના બાઇક (GJ 02 DH 7802) અને (GJ 02 BM 6952) મળી કુલ રૂ.2,26,745 નો મુદ્દામાલ જબ્બે લીધો હતો.

ઝડપાયેલા બંનેની પોલીસ પુછપરછમાં દારૂનો આ જથ્થો છનુભા ઉર્ફે સની સુધીરસિંહ ઝાલા (રહે.રામપુરા(ક), તા.જોટાણા) અને મહેન્દ્રસિંહ ઉર્ફે લાલો ધનુભા ઝાલાએ ચાણસ્મા તાલુકાના સુણસર ગામના સતાજી ચેહુજી ઝાલા પાસેથી મંગાવ્યો હતો. તેમજ આસજોલથી દારૂનો આ જથ્થો પ્રકાશસિંહ ઉર્ફે ભાણો ઉપેન્દ્રસિંહ (રહે.ઝીઝુવાડા, તા.પાટડી, જિ.સુરેન્દ્રનગર) અને પ્રકાશસિંહ ઉર્ફે પકો ઉપેન્દ્રસિંહ ઝાલા (રહે.કટોસણ, તા.જોટાણા) લઇ જવાના હોવાનું કબલ્યું હતું. તેમજ નવુભા અમરસંગ સોલંકી (રહે.ડોડીવાડા, તા.બહુચરાજી) પોલીસ પર નજર રાખતા હોવાનું કબલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...