ચૂંટણીલક્ષી તૈયારી:મહેસાણાની 7 વિધાનસભા બેઠક માટે ચૂંટણી ખર્ચ અને આચાર સહિતા પર બાજ નજર રાખવા 194 ટીમ તૈનાત

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇ ખર્ચ દેખરેખ નિયંત્રણ તેમજ આદર્શ આચારસંહિતાના અસરકારક અમલીકરણ માટે ચૂંટણી પંચની સૂચનાથી ફ્લાઈંગ કોડ સહિત છ પ્રકારની કામગીરી માટે 194 ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં ચૂંટણી દરમિયાન રોકડ રકમ તથા અન્ય ચીજ વસ્તુઓની વહેંચણી ઉપર બાજ નજર રાખવા ફ્લાઈંગ કોર્ડની 28 તેમજ સ્ટેટિક સર્વેલન્સની 70 ટીમ સક્રિય કરવામાં આવી છે.
​​​​​​​મહેસાણા ડીડીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા
મહેસાણા જિલ્લાની સાત વિધાનસભાના મતદાન વિભાગ માટે વીએસટી.એટી અને MCCની મળી કુલ 194 ટીમ તૈનાત કરી છે. જેમાં વિધાનસભા મત વિભાગ પ્રમાણે ખેરાલુમાં 31, ઊંઝામાં 31, વિસનગરમાં 25, બેચરાજીમાં 29, કડીમાં 28 મહેસાણામાં 25 ,તેમજ વિજાપુરમાં 25 ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમ સીધા સંબંધિત ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ ફરજ બજાવી રહી છે. આ ટીમો અસરકારક કામગીરી કરે તે માટે મહેસાણા ડીડીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...