તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • 191 Forms Were Filled In Mehsana District, 883 In 10 T.P. And 597 In 4 Municipalities, Now Verification On Monday; Heap Of 1671 Forms

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસમાં છેલ્લા દિવસે ટિકિટ માટે રમખાણ:મહેસાણા જિ.પં.માં 191, 10 તા.પં.માં 883 અને 4 નગરપાલિકામાં 597 ફોર્મ ભરાયાં, હવે સોમવારે ચકાસણી; 1671 ફોર્મનો ઢગલો

મહેસાણા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઉમેદવારો "ફોર્મ'માં - ભાજપ-કોંગ્રેસના ફોર્મ ભરવામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા - Divya Bhaskar
ઉમેદવારો "ફોર્મ'માં - ભાજપ-કોંગ્રેસના ફોર્મ ભરવામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
 • જિલ્લા પંચાયતની કાંસા એનએ બેઠકની ટિકિટ માટે પૈસાની માંગણી કરવાનો ઓડિયો વાયરલ થતાં ખળભળાટ, ઊંઝા પાલિકામાં કોંગ્રેસે એકે ફોર્મ ના ભર્યું
 • અમૃતબેન ઠાકોર અને ગીતાબેન દેસાઇ એમ બેના નામના મેન્ડેટ અપાતાં પ્રદેશ અધ્યક્ષ સામે આક્રોશ
 • મેન્ડેટ મામલે MLA ભરત ઠાકોર ઉપર મહિલા ઉમેદવારનો હુમલો

મહેસાણા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓના ઉમેદવારોના નામોની યાદી કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી જાહેર નહીં કરતાં આગેવાનો અને કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. યાદી જાહેર કરવાના બદલે ઉમેદવારોને ફોન કરીને ફોર્મ જમા કરાવવાની સૂચના આપનારા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર અને પ્રભારી બળવાના ડરથી જાહેરમાં આવવાના બદલે સાથી હોદ્દેદારો સાથે ભૂગર્ભમાં ઉતરી જઇ ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. બીજી બાજુ મેન્ડેટ પૈસાથી વેચાયાના આક્ષેપ સાથે વિસનગર તાલુકા પ્રમુખ સહિત 17 આગેવાનોએ સામુહિક રાજીનામાં ધરી દીધા હતા. તો બહુચરાજી જિલ્લા પંચાયતની બેઠક પર બબ્બે મેન્ડેટને લઇ કોંગ્રેસમાં બે જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં મહિલા કાર્યકરે ધારાસભ્ય ભરતજી ઠાકોર ઉપર હુમલો કરી દેતાં હંગામો મચી ગયો હતો.

મેન્ડેટ મામલે MLA ભરત ઠાકોર ઉપર મહિલા ઉમેદવારનો હુમલો
બહુચરાજી જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ભરતી વખતે મેન્ડેટ ઝુંટવવા મામલે કોંગ્રેસ ધારાસભ્ય ભરતજી ઠાકોર પર મહિલા ઉમેદવારે હુમલો કર્યો હતો.
તા.પંચાયત કચેરીમાં શનિવારે બપોરે જિ.પં. બહુચરાજી બેઠકના ઉમેદવાર અમૃતબેન રમતુજી ઠાકોર જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારની સહીવાળા મેન્ડેટ સાથે ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત ફોર્મ ભરવા આવ્યા હતા. ચૂંટણી અધિકારીની કચેરીમાં આ સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઇ તેમના ભાભી ગીતાબેન દશરથભાઇ દેસાઇના નામનો પ્રદેશ અધ્યક્ષની સહીવાળો મેન્ડેટ લઇ આવ્યા હતા. આ સમયે મેન્ડેટ ઝુંટવવાનો પ્રયાસ કરતાં ગીતાબેને આવેશમાં આવી ધારાસભ્ય પર હુમલો કરી ઝપાઝપી કરતાં હોબાળો મચી ગયો હતો.

એક બહેને મારું ગળું દબાવી ઝપાઝપીનો પ્રયાસ કર્યો હતો
ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યું કે, હું ચૂંટણી અધિકારીને આ મેન્ડેટ ખોટું છે, બે મેન્ડેટ ન લઇ શકો તેમ કહેતો હતો ત્યારે એક બહેને મારું ગળું દબાવી ઝપાઝપી કરવાનો પ્રયાસ કર્યો હતો. બહેનનું આ વર્તન યોગ્ય નથી. પક્ષનો મામલો હોઇ હાલ કંઇ કહેવા માગતો નથી.

ધારાસભ્યએ મેન્ડેટ ફાડી નાખવાનો પ્રયાસ કર્યો હતો
કોંગ્રેસના રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઇએ જણાવ્યું કે, પ્રદેશમાંથી ગીતાબેન દેસાઇના નામનો મેન્ડેટ જમા કરાવવા ગયા હતા. ત્યારે ધારાસભ્ય એ મેન્ડેટ ઝુંટવી ફાડવાનો પ્રયાસ કર્યો હતો.

ચાર નગરપાલિકામાં કુલ 597 ફોર્મ ભરાયાં

પાલિકાભાજપકોંગ્રેસઅન્ય અપક્ષ કુલ
મહેસાણા88812821218
વિસનગર7342214140
ઊંઝા680373144
કડી61312195
કુલ2901545499597

​​​​​​​10 તાલુકા પંચાયતમાં કુલ 883 ફોર્મ ભરાયાં

તા.પં. ભાજપ કોંગ્રેસ અન્ય અપક્ષ કુલ
મહેસાણા6259131145
કડી555164116
વિજાપુર59487519
વિસનગર5545146120
વડનગર292712270
ખેરાલુ29305468
સતલાસણા21277560
ઊંઝા23250452
બહુચરાજી27296452
જોટાણા27289367
કુલ3873697948883

​​​​​​​પાણીનો પ્રશ્ન હલ નહીં થતાં ખેરાલુના ડાલીસણામાં એકપણ ફોર્મ ના ભરાયું

 • ઊંઝા નગરપાલિકામાં વોર્ડ-4માં મહિલા અનામતની 2 બેઠકો બિનહરીફ
 • કડી નગરપાલિકામાં વોર્ડ-3માં 4 બેઠક બિનહરીફ ભણી
 • કડી તાલુકા પંચાયતની કુંડાળ-1 બેઠક પર ભાજપ મહિલા ઉમેદવાર બિનહરીફ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો