તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડ વસૂલાયો:છેલ્લા 14 માસમાં લોકડાઉન અને જાહેરનામાના ભંગમાં 18988 વાહનો ડિટેઇન કરાયાં, વાહન માલિકોએ રૂ.2.79 કરોડ દંડ ભર્યો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં માર્ચ,એપ્રિલ અને મેમાં વાહનચાલકો પાસેથી રૂ.53.15 લાખ દંડ વસૂલાયો
  • સૌથી વધુ રૂ.32.18 લાખ દંડ ઓક્ટોબર અને 32.09 લાખ દંડ સપ્ટેમ્બરમાં ભર્યો

મહેસાણા જિલ્લામાં કોરોનાકાળ શરૂ થતાં કોરોના ગાઇડ લાઇનનો ભંગ કરનારા સાથે લોકડાઉન અને જાહેરનામા ભંગ કરનારા વાહન ચાલકો સામે જિલ્લા પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરાઇ હતી. ગત 21 માર્ચ 2020 થી મે 2021 સુધીમાં પોલીસ વિભાગ દ્વારા કલમ 207 અને એમવી એક્ટ 1988 હેઠળ કુલ 18,988 વાહન ડિટેઇન કરાયાં હતાં.

ડિટેઇન કરાયેલાં વાહન માલિકો પાસે કુલ રૂ.2.79 કરોડ જેટલો દંડ વસૂલાયો હતો. 14 મહિના અને 11 દિવસથી કાર્યવાહીમાં સૌથી વધુ 2928 વાહન મે 2021માં થયા હતા. જ્યારે સૌથી ઓછા 445 વાહનો જાન્યુઆરી 2021માં ડિટેઇન કરાયા હતા. આ દરમિયાન સૌથી વધુ રૂ.32.18 લાખનો દંડ ઓક્ટોબર 2020માં, જ્યારે સાૈથી ઓછો રૂ.1.55 લાખનો દંડ મે 2020માં વસૂલાયો હતો.

ડિટેઇન થયેલાં વાહન માલિકો પાસેથી વસૂલાયેલો દંડ

મહિનોડિટેઇન વાહનદંડની રકમ
માર્ચ-201031રૂ.4,58,700
એપ્રિલ-201955રૂ.4,35,900
મે-201582રૂ.1,55,900
જૂન-201110રૂ.17,49,200
જુલાઇ-201312રૂ.21,05,600
ઓગસ્ટ-20792રૂ.23,47,800
સપ્ટેમ્બર-20795રૂ.32,09,900
ઓક્ટોબર-20515રૂ.32,18,100
નવેમ્બર-201488રૂ.28,05,600
ડિસેમ્બર-201309રૂ.22,35,500
જાન્યુઆરી-21445રૂ.20,32,500
ફેબ્રુઆરી-21501રૂ.18,89,800
માર્ચ-21582રૂ.21,76,100
એપ્રિલ-212643રૂ.19,40,100
મે-212928રૂ.11,99,500
કુલ18988રૂ.2,79,60,200
(માર્ચ-2020માં તા.21 થી 31 માર્ચ સુધીની કાર્યવાહી)
અન્ય સમાચારો પણ છે...