ભરતી:મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં માત્ર એક માસ માટે 187 પ્રવાસી શિક્ષકોની ભરતી કરાશે

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક મહિના માટે કોણ આવવા તૈયાર થશેનો શિક્ષકોમાં ગણગણાટ

મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 187 પ્રવાસી શિક્ષકોની એક મહિના માટે માનદ વેતનથી નિમણૂંક કરવામાં આવશે. આ માટે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે મંજૂરી આપી દીધી છે. હવે ઘટ ધરાવતી શાળાઓની એસએમસી કમિટી દ્વારા પ્રવાસી શિક્ષક નિમવાની પ્રક્રિયા કરાશે. જોકે, એક મહિના માટે જ કોણ આવવા તૈયાર થશે અને બાળકોનો કેટલો અભ્યાસ આગળ વધશે તેને લઇ શિક્ષકોમાં ગણગણાટ શરૂ થયો છે.

જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 31 ઓગસ્ટના શિક્ષકોના મહેકમ પ્રમાણે ઘટ ધરાવતી શાળાઓમાં બાળકોનો અભ્યાસ ન અટકે તે માટે પ્રવાસી શિક્ષક રાખવાની રાજ્ય કક્ષાએથી છૂટ અપાઇ છે, જેને લઇ ઘટવાળી શાળાઓ હવે પ્રવાસી શિક્ષકની કવાયતમાં લાગી છે.

પ્રાથમિક શાળાઓમાં અગાઉ પ્રવાસી શિક્ષકને પિરિયડ દીઠ રૂ.50 ભથ્થંુ મળતંુ હતું, તેમાં વધારો કરી રૂ.85 કરાયંુ છે અને માસિક મહત્તમ રૂ.10,500 ભથ્થુ મળવાપાત્ર છે. માર્ચ પછી પરીક્ષાઓ શરૂ થશે એટલે હાલ માર્ચ મહિના માટે ધો.1 થી 5માં 137 અને ધો.6 થી 8માં 50 મળી કુલ 187 પ્રવાસી શિક્ષકો ભરવા મંજૂરી અપાઇ છે. ત્યાર પછી ફરી જૂનમાં પ્રવાસી શિક્ષકોની મંજૂરી આવશે.

ધો.1થી 8માં પ્રવાસી શિક્ષકની આપેલ મંજૂરી

તાલુકોસંખ્યા
મહેસાણા51
કડી45
વિસનગર21
બહુચરાજી19
વિજાપુર15
સતલાસણા13
ખેરાલુ11
વડનગર7
ઊંઝા4
જોટાણા2
અન્ય સમાચારો પણ છે...