તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલાવ:1804 બાળકોનો ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં આર્થિક મુશ્કેલીઓ વચ્ચે વાલીઓની સરકારી શાળા તરફ દોટ

કોરોનાકાળમાં પહેલીવાર આ વર્ષે મહેસાણા જિલ્લામાં એક હજારથી વધુ બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશમાં ગયા છે.છેલ્લા કેટલાક વર્ષોથી થોડા બાળકો ખાનગીથી સરકારી શાળામાં આવતા થયા હતા પરંતુ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ધો 2 થી 8માં ખાનગીશાળામાં ભણતા 1804 બાળકોએ એલ.સી મેળવીને સરકારી શાળામાં પગરણ કર્યુ છે.જેમાં કોરોનામાં વર્ષે રૂ. 5 થી 25હજાર સુધી ખાનગીશાળામાં ફીના આર્થિક ભારણને હળવુ કરતાં વાલીઓએ શાળા શિફ્ટ કરીને બાળકને સરકારી શાળાના ફ્રી શિક્ષણમાં મૂક્યા છે.

જોકે પ્રાથમિક શિક્ષણાધિકારી સુત્રોએ કહ્યુ કે, સરકારીમાં શિક્ષણ સારૂ છે અને શિક્ષણ સ્તર સુધર્યુ તેના પરિણામસ્વરૂપ ખાનગીથી સરકારીમાં પ્રવેશનો બદલાવ આવી રહ્યો છે. મહેસાણામાં 16 વર્ષથી કાર્યરત સ્માર્ટ કિડ્સના ટ્રસ્ટી વિનેશ ભાટીયાએ કહ્યુ કે, કોવિડ પહેલા પ્લેગ્રુપથી કે.જી સુધીમાં 150 થી 175 સંખ્યા રહેતી, 300 વાલીની ઇન્કવાયરી રહેતી,100 થી 125 પ્રવેશ થતા, જ્યારે આ વર્ષે 55 સંખ્યા થઇ છે, 20 એડમિશન થયા છે,ઇન્કવાયરી 40-50 વાલીની આવી છે.

અમે વાલીને એકટીવીટી મોબાઇલ પર મોકલી તેમને પ્રિન્ટ કાઢીને બાળકને શિખવવાનુ કહીએ છીએ.કારણ 4 વર્ષના બાળકને મોબાઇલની ટેવ પડે તો આંખો બગડે, ઉંઘ ન આવવી તેવી મુશ્કેલીઓ થઇ શકે.એટલે વાલીને એકટીવીટી સુચવાય છે.

પ્લેગ્રુપ,નર્સરી,જુ-સિ કે.જીમાં માંડ 15 થી 25 ટકા પ્રવેશ
સેલ્ફ ફાઇનાન્સ રાહે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં ચાલતા પ્લે ગ્રુપ,નર્સરી, જુનિયર અને સિનીયર કે.જીમાં તો કેટલીક સંસ્થાએ ઓછી સંખ્યામાં હજુ પ્રવેશ વેઇટીગમાં રાખ્યા છે.જે સંસ્થામાં કોરોના પહેલા પૂર્વ પ્રાથમિકમાં 100 બાળકોના પ્રવેશ રહેતા ત્યાં આ વર્ષે ઘટીને 20 આસપાસ પહોચ્યા છે.

સરકારીમાં ફીનું ભારણ નહીં
તાલુકા શૈક્ષિક સંઘના પ્રમુખ પંકજભાઇ પટેલે કહ્યુ કે, પોલીસ હેડક્વાર્ટર ખાતેની સરકારી શાળામાં આ વર્ષે ખાનગી શાળામાંથી 88 બાળકોના પ્રવેશ થયા છે.સ્વનિર્ભર કે.જીમાં ભણ્યા એવા 50 બાળકોએ ધો-1માં અહીં પ્રવેશ મેળવ્યો છે.શેરી શિક્ષણ,વાલીઓ સાથે શિક્ષકોનો સંવાદ,ફી બિલકુલ નહી,મધ્યાહન ભોજનનુ અનાજ અને પેશગી તેમજ કોરોનામાં વાલીને ફી બાબતે આર્થિક બચતના કારણો ખાનગીથી સરકારીમાં પ્રવેશ પાછળ જવાબદાર છે.જિલ્લા શૈક્ષિક સંઘના પ્રમુખ મુકેશભાઇ ચૌધરીએ કહ્યુ કે, હવે સરકારી શાળાઓ સુવિધા સંપન્ન થઇ છે અને કવોલિફાય શિક્ષકો છે.સેલ્ફફાઇનાન્સમાં વાલીને ફીનું ભારણ રહે છે.આવા કારણોમાં સરકારી શાળાઓમાં પ્રવેશ વધુ થયા છે.

હજુ પ્રી-પ્રાયમરી ચાલુ કર્યુ નથી
સરસ્વતી વિદ્યાવિહારના આચાર્ય વસંતભાઇ પટેલે કહ્યુ કે,નર્સરીથી કે.જીમાં કોવિડ પહેલા 60 થી 80 એડમિશન થતા,આ વર્ષે 10 ની ઇન્કવાયરી આવતા પ્રતિક્ષામાં છે,હજુ પ્રી-પ્રાયમરી ચાલુ કર્યુ નથી.બાળકોને લખતા શિખવવુ જરૂરી એટલે હાલ ઓફલાઇન ન હોઇ હજુ ચાલુ કર્યુ નથી.

તાલુકાદીઠ સેલ્ફ ફાઇનાન્સથી સરકારીમાં દાખલ થયેલા બાળકો

તાલુકોસંખ્યા
મહેસાણા370
વિજાપુર322
વડનગર282
કડી256
સતલાસણા133
બહુચરાજી117
ખેરાલુ112
વિસનગર107
ઊંઝા86
જોટાણા19
કુલ1804

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...