તસ્કરો બેફામ બન્યા:ખેરાલુના ચાચરિયામાં ખેતરમાંથી 18 બોરી એરંડાની ચોરી, વેરાયેલા એરંડા અને ગાડીનાં ટાયરનાં નિશાન મળી આવ્યાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતે ખેરાલુ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાચરિયા ગામમાં એક ખેડૂતના ખેતરમાંથી તસ્કરો એરંડાની 18 બોરી ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. આ મામલે ખેડૂતે અન્ય ખેતરોમાં તપાસ કર્યા બાદ ખેરાલુ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા જિલ્લામાં ગામડાઓમાં પણ તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે ખેરાલુ તાલુકામાં આવેલા ચાચરિયા ગામમાં રહેતા જેસંગભાઈ ચૌધરીના ખેતરમાં આવેલી ઓરડીમાં ચાલુ સાલે પાકેલા એરંડાના પાકની 62 બોરીઓ અને 18 બોરીઓ ઘઉંની ઓરડીમાં મૂકી હતી.

ખેડૂત રાત્રે સૂઇ બાદ સવારે ઉઠ્યા ત્યારે ઓરડીમાં એરંડાની બોરીઓ ઓછી જોવા મળતાં ગણતરી કરતાં 18 જેટલી એરંડાની બોરીઓ ઓછી માલુમ પડી હતી, જેથી તેમણે ખેતરોમાં તપાસ કરી હતી. જ્યાં ખેતરે જવાના રસ્તે કોઈ વાહનના ટાયરોના નિશાન અને એરંડા વેરાયેલા જોવા મળ્યા હતા. તેમજ બાજુના ખેતરમાં પણ એરંડા વેરાયેલા હોવાનું સામે આવ્યું હતું. આમ ખેતરમાંથી તસ્કરો 18 બોરી જેમાં કુલ 54 મણ એરંડા હતા, તેની ચોરી કરી ફરાર થયા હોવાનું માલુમ પડતાં ખેડૂતે અજાણ્યા તસ્કરો સામે ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...