આવક:ઉત્તર ગુજરાતમાં ગત વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર 6 માસ કરતાં ચાલુ વર્ષમાં GST-VATની આવકમાં રૂ 178.9 કરોડ વધારો

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણામાં 341.08 કરોડ, બનાસકાંઠામાં 152.5 કરોડ અને પાટણમાં 47.46 કરોડ આવક

કોરોના હળવો થયા પછી ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ડેરી, ડેરી પ્રોડક્ટ, ઓટોમોબાઇલ, એગ્રી પ્રોડક્ટ સહિત વિવિધ કોમોડિટીના વેપારમાં આવેલી તેજીની સીધી અસર જીએસટી-વેટની આવકમાં જોવા મળી રહી છેે. ગત વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના 6 મહિનામાં જીએસટી આવક રૂ. 362.95 કરોડ થઇ હતી. તેની સરખામણીએ ચાલુ વર્ષના આ 6 મહિનામાં જીએસટી આવક રૂ.541.04 કરોડ થઇ છે. જે પાછલા વર્ષના 6 મહિનાની તુલનાએ આ રૂ.178.09 કરોડ વધુ છે.

રાજ્ય વેરા કમિશ્નર મહેસાણા વિભાગ-4 વર્તુળમાં આવતાં મહેસાણા, પાટણ, પાલનપુર, ડીસા, કડી, સિદ્ધપુર, ઊંઝા, વિસનગર, વિજાપુર એમ 9 ઘટક એરિયામાં મુખ્યત્વે કોરોનામાં ઠપ થયેલા વેપાર, ઉદ્યોગ ફરી રાબેતા મુજબ ઉત્પાદન મોડમાં આવી ગયા છે. જેને લઇ આયાત, નિકાસના વેપારમાં કોરોનામાં મંદ પડેલું અર્થતંત્ર ફરી પાટા પર આવી રહ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ચાલુ નાણાકીય વર્ષના 6 મહિનામાં સૌથી વધુ મહેસાણા જિલ્લામાં રૂ.341.08 કરોડ જીએસટી-વેટની આવક થઇ છે. ત્યાર પછી બનાસકાંઠામાં રૂ.152.5 કરોડ અને પાટણ જિલ્લામાં રૂ.47.46 કરોડની આવક થઇ છે.

2020-21 કરતાં 2021-22માં GST આવક ગગડી
રાજ્ય વેરા મહેસાણા વિભાગના ત્રણ જિલ્લામાંથી ગત વર્ષ 2020-21ના જુલાઇથી સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં જીએસટી-વેટ આવક કુલ રૂ.251.96 કરોડ થઇ હતી. તેની સરખામણીએ ચાલુ વર્ષ 2021-22ના જુલાઇથી સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં રૂ.229.97 કરોડ આવક થઇ છે. આમ, ગત વર્ષની તુલનાએ આ વર્ષના ત્રણ મહિનામાં રૂ. 21.99 કરોડ ઓછી આવક થઇ છે.

એપ્રિલ થી સપ્ટેમ્બર વર્ષ 2020-21 અને 2021-22માં આવક, વધારો(કરોડમાં)

જિલ્લોવર્ષ 2020-21વર્ષ 2021-22વધી
મહેસાણા192.37341148.71
બનાસકાંઠા129.915322.6
પાટણ40.68476.78
કુુલ362.95541178.09

​​​​​​​

- એપ્રિલથી જુન વર્ષ 2020 અને વર્ષ 2021માં જીએસટી/વેટ આવક(કરોડમાં)

જિલ્લો20202,021વધ-ઘટ
મહેસાણા45.62190144.74
બનાસકાંઠા48.989647
પાટણ16.39258.34
કુલ110.99311200.08

​​​​​​​

- જુલાઇ થી સપ્ટેમ્બર વર્ષ 2020 અને વર્ષ 2021માં જીએસટી/વેટ આવક( કરોડમાં)

જિલ્લો20202021વધ-ઘટ
મહેસાણા146.751513.97
બનાસકાંઠા80.9257-24.4
પાટણ24.2922.73-1.56
કુલ251.96229.97-21.99

​​​​​​​ ​​​​​​​

(નોધ- પાછલા ત્રણ મહિનાની તુલનામાં મહેસાણા જિલ્લો જીએસટી-વેટ કલેકશન ગ્રોથમાં છે)

અન્ય સમાચારો પણ છે...