25% વાહનોને સ્ક્રેપનું સંકટ:જિલ્લામાં 17 હજાર વાહનો સ્ક્રેપ પૉલિસીના દાયરામાં

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હાલ 58 હજાર કોમર્શિયલ અને 5.41 લાખ ખાનગી વાહનો ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે
  • 15 અને 20 વર્ષ જૂનાં વાહનો ફિટનેશ સર્ટી મેળવવામાં નિષ્ફળ રહેશે તો સ્ક્રેપમાં જશે

સરકાર દ્વારા શુક્રવારે નવી વ્હીકલ સ્ક્રેપેજ પૉલિસી જાહેર કરાઇ છે. 15 અને 20 વર્ષ જૂનાં વાહનોને સ્ક્રેપમાં ધકેલવાની આ પૉલિસીને લઇ જિલ્લામાં હાલ ફરતાં કુલ વાહનો પૈકી 24.13% કોમર્શિયલ અને 0.55% ખાનગી વાહનો પર સંકટ તોળાયું છે. એટલે કે, આજની તારીખે જિલ્લામાં 17 હજાર વાહનો સ્ક્રેપ પૉલિસીના દાયરામાં આવી ગયા છે.

મહેસાણા જિલ્લામાં હાલમાં 58 હજાર કોમર્શિયલ અને 5.41 લાખ જેટલા ખાનગી વાહનો ઉપયોગમાં લેવાઇ રહ્યા છે. સરકાર દ્વારા નવી વ્હીકલ સ્ક્રેપેજ પૉલિસી પ્રમાણે 15 વર્ષ જૂના કોમર્શિયલ અને 20 વર્ષ જૂના ખાનગી વાહનોનું જો ફિટનેશ સર્ટી મેળવવામાં નિષ્ફળ જશે તો તેને સ્ક્રેપમાં મોકલાશે. આ સ્થિતિમાં જિલ્લામાં 15 અને 20 વર્ષ જૂના વાહનોની સ્થિતિ જોઇએ તો, 58 હજાર પૈકી 14 હજાર કોમર્શિયલ વાહનો 15 વર્ષ જૂના છે. રેશિયા પ્રમાણે જોઇએ તો કુલ પૈકી 24.13% કોમર્શિયલ વાહનો 15 વર્ષ જૂના છે. બીજી બાજુ 5.41 લાખ પૈકી 3 હજાર ખાનગી વાહનો 20 વર્ષ જૂના છે.

રેશિયા પ્રમાણે જોઇએ તો, કુલ ખાનગી વાહનો પૈકી 0.55% 20 વર્ષ જૂના છે. આ 15 અને 20 વર્ષ જૂના 17 હજાર પૈકી જે વાહનો આગામી સમયમાં ફિટનેશ સર્ટી મેળવવામાં નિષ્ફળ રહેશે તો તે સ્ક્રેપમાં મોકલવા પડશે તેમ હાલની સ્થિતિએ જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...