પાક નુકસાન:48 કલાકમાં 2 ઇંચથી વધુ કમોસમી વરસાદ ધરાવતાં મહેસાણાના 2 સહિત ઉ.ગુ.ના 17 તાલુકા સહાયપાત્ર

મહેસાણા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સર્વે વિના પાક નુકસાનનું વળતર ચૂકવવા વિચારણા

ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ગત સપ્તાહે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ માવઠાંથી થયેલા પાક નુકસાનનું વળતર સર્વે વગર સરકાર ચૂકવવાની વિચારણા કરી રહી છે. જો સરકાર 2 ઇંચથી વધુ કમોસમી વરસાદ ધરાવતાં તાલુકાઓ માટે સહાય પેકેજ જાહેર કરે તો ઉ. ગુ.ના 17 તાલુકાનો સમાવેશ થઇ શકે છે.

ઉત્તર ગુજરાતમાં ગત તા.18 અને 19 નવેમ્બરના રોજ સાર્વત્રિક માવઠું થયું હતું. રાજ્યમાં માવઠાંના કારણે થયેલા પાક નુકસાનની સહાય માટે સરકાર વિચારણા કરી રહી છે. જો સરકાર 48 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદને ધ્યાને રાખી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના ઠરાવ મુજબ વળતર ચૂકવશે તો ઉત્તર ગુજરાતમાં 48 કલાકમાં 2 થી 4.25 ઇંચ વરસાદ ધરાવતાં 17 તાલુકાને સહાયમાં આવરી લેવાશે. જેમાં પાટણ જિલ્લાના 6 તાલુકા, બનાસકાંઠાના 5 તાલુકા, સાબરકાંઠાના 4 તાલુકા અને મહેસાણાના 2 તાલુકાનો સહાય પેકેજમાં સમાવેશ થઇ શકે છે.

સહાય મળવાપાત્ર 17 તાલુકામાં માવઠાંની સ્થિતિ

  • મહેસાણા : ખેરાલુ (107 મીમી), સતલાસણા (76 મીમી)
  • પાટણ : પાટણ (73 મીમી), રાધનપુર (70 મીમી), સમી (67 મીમી), સાંતલપુર (66 મીમી), સરસ્વતી (78 મીમી), સિદ્ધપુર (63 મીમી)
  • બનાસકાંઠા : દાંતા (106 મીમી), દિયોદર (56 મીમી), કાંકરેજ (59 મીમી), પાલનપુર (96 મીમી), વડગામ (80 મીમી)
  • સાબરકાંઠા : ઇડર 70, ખેડબ્રહ્મા 81, પોશીના 109, વિજયનગર 83 મીમી
અન્ય સમાચારો પણ છે...