મહેસાણાના નુગર બાયપાસ પરથી ઓવરલોડ ખનિજ ભરીને પસાર થતાં વાહનોની તપાસ માટે ખાણ ખનીજ વિભાગની ટીમે શનિવારે સાંજે સ્પેશિયલ ડ્રાઇવ કરી હતી. જેમાં ચાર કલાકમાં ઓવરલોડ રેતી, કપચી ભરેલા 17 ડમ્પર પકડી પાડ્યા હતા. ટીમે રૂ.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
શનિવારે સાંજે 4 થી રાત્રે 8 વાગ્યા દરમિયાન નુગર બાયપાસ ઉપર મદદનિશ ભૂસ્તર અધિકારી મીત પરમાર સહિતની ટીમ દ્વારા ખનિજ વહન કરતાં વાહનોનું ચેકિંગ કરાયું હતું. જેમાં રોયલ્ટી પાસ કરતાં 2 થી 5 ટન વધુ રેતી અને કપચી ભરેલા ડમ્પર પકડ્યા હતા. જેમાં ઓવરલોડ રેતી ભરેલા 14 અને કપચી ભરેલા 3 ડમ્પરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, માત્ર ચાર જ કલાકમાં 17 ગાડીઓ ઓવરલોડ ખનિજમાં પકડાઇ છે. શનિવારે પકડેલા 17 વાહનો સહિત 20 દિવસમાં કુલ 32 વાહનો ખાણ ખનિજ વિભાગે પકડી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.