તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:છેલ્લા 1 મહિનાની સ્વચ્છતાની 17 ઓનલાઇન ફરિયાદો પેન્ડીંગ

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા નગરપાલિકાનું તંત્ર ચૂંટણીના ચક્કરમાં સ્વચ્છતાની ફરિયાદો ભૂલી ગયું

મહેસાણાના શહેરીજનો દ્વારા છેલ્લા એક મહિનામાં સ્વચ્છતા સંબંધી 17 ફરિયાદો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાઇ છે. પરંતુ ચૂંટણીના ચક્કરમાં તંત્રને ઓનલાઇન ફરિયાદોના નિકાલનો સમય નહીં મળતાં 17 ફરિયાદો હજુ પેન્ડીંગ રહી છે. સ્વચ્છતા અભિયાનમાં મહેસાણા શહેરના નાગરિકો પણ જોડાઇ શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા એપ કાર્યરત કરાઇ છે.

આ એપની મદદથી કોઇપણ શહેરીજન જે-તે વિસ્તારની સ્વચ્છતા સંબંધી ફરિયાદને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી જે તે નગરપાલિકાનું ધ્યાન દોરી શકે છે. પરંતુ છેલ્લા એક મહિનાથી પાલિકા તંત્ર ચૂંટણી કામકાજમાં વ્યસ્ત હોઇ ઓનલાઇન ફરિયાદોનો નિકાલ થયો નથી. એક મહિનામાં મહેસાણા શહેરમાં ઉભરાતી ગટરો, કચરાના ઢગલા જેવી કુલ 17 ફરિયાદો સ્વચ્છતા એપમાં મુકાઇ હતી. આ તમામ ફરિયાદોનો નિકાલ બાકી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...