કાર્યવાહી:મહેસાણામાં સોનિયા ગાંધીના સમર્થનમાં ધરણાં કરતાં 17 કોંગ્રેસીઓને ડિટેન કર્યા

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયું - Divya Bhaskar
જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયું
  • કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછનો મહેસાણા જિલ્લા કોંગ્રેસે વિરોધ કરતાં પોલીસે 17 જેટલા કોંગ્રેસીઓને પોલીસ મથકે લઇ જઇ ડિટેન કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવીને કરવામાં આવી રહેલી પૂછપરછનો મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના ગાંધીજીના બાવલા નજીક ધરણાં યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો.

સૂત્રોચ્ચાર કરી ધરણાં પર બેઠેલા 17 જેટલા કોંગ્રેસીઓને મહેસાણા એ ડિવિઝન પોલીસ ટીંગાટોળી કરીને પોલીસ મથકે લઈ જઇ ને ડિટેન કર્યા હતા. બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...