તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાસંક્રમણ:ઊંઝામાં એક જ દિવસમાં 10 સહિત જિલ્લામાં કોરોનાના 17 કેસ

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મહેસાણામાં કોરોનાના 4, વિજાપુરમાં 2 અને કડીમાં 1 કેસ
 • બનાસકાંઠામાં 15, સા.કાં.માં 10, પાટણમાં 4 અને અરવલ્લીમાં 3 મળી ઉ.ગુ.માં 49 કેસ

મંગળવારે ઊંઝામાં એક જ દિવસમાં 10 સહિત જિલ્લામાં નવા 17 કોરોના કેસ આવ્યા હતા. જેમાં મહેસાણા-4, વિજાપુર-2 અને કડીમાં 1 સંક્રમિત દર્દીને આઇસોલેટ કરાયો છે. ઊંઝાની તુલસીનગર સોસાયટીમાં 16 વર્ષની કિશોરી સહિત 3 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગે મંગળવારે કોરોનાના લક્ષણો ધરાવતા 453 દર્દીઓના સેમ્પલ લઇને પરીક્ષણ માટે મોકલી આપ્યા છે ત્યારે 33 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા અપાઇ છે. 226 દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે. નવા આવેલા પોઝિટિવ 17 કેસોમાં 10 મહિલા છે, જ્યારે 60થી વધુ ઉંમરના 5 દર્દીઓ આઇસોલેટ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો