કામગીરી:જિલ્લામાં એક વર્ષમાં 166 લાયસન્સ સસ્પેન્ડ 43.97% નશામાં વાહન હંકારનાર ચાલકોના

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા RTO કચેરી દ્વારા વાહન ચલાવવામાં બેદરકારો સામે કાર્યવાહી
  • 31.33%ના ઓવરસ્પીડ અને 24.70%નાં અકસ્માતમાં મોત થતાં લાયસન્સ સસ્પેન્ડ

મહેસાણા આરટીઓ કચેરી દ્વારા છેલ્લા એક વર્ષમાં 166 વાહન ચાલકોનાં ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેમાં સૌથી વધુ 43.97% વાહન ચાલકોનાં ડ્રંક એન્ડ ડ્રાઇવમાં એટલે કે નશાની હાલતમાં વાહન ચલાવતાં ઝડપાયા હોય તેવા છે. આ ઉપરાંત 31.33% ઓવરસ્પીડ અને 24.70% અકસ્માતમાં મોત નીપજ્યું હોય તેવા વાહનચાલકોનાં લાયસન્સ સસ્પેન્ડ કરાયાં છે. જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં વાહન ચલાવવામાં બેદરકારી અને આરટીઓના નિયમોનો ભંગ કરનારા 166 વાહન ચાલકોના આરટીઓએ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે.

જેમાં સૌથી વધુ 73 વાહન ચાલકો એવા છે કે જેઓ વાહન ચલાવતી વખતે નશામાં ધૂત ઝડપાયા હતા. એટલે કે કલમ 185 અંતર્ગત લાયસન્સ સસ્પેન્ડ કરાયાં છે. બીજી બાજુ ઓવર સ્પીડમાં વાહન ચલાવાના 52 વાહન ચાલકો સામે કલમ 183 અંતર્ગત તેમજ અકસ્માતમાં મોત નીપજાવનારા 41 વાહનો ચાલકો સામે કલમ 304 (અ) અંતર્ગત ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઇ છે. ઉલ્લેખનિય છે કે, દંડાયેલા 166 વાહન ચાલકો ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયાના 6 મહિના સુધી વાહન ચલાવી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...