તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહેસાણા બાયપાસ હાઈવે ઉપરથી 16.29 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝબ્બે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નુગર બાયપાસ સર્કલ પાસેથી દારૂની હેરાફેરીમાં બે રાજસ્થાની શખ્સોની અટકાયત
  • ઘઉંના ભૂંસાની થેલીઓની આડશમાં દારૂ સંતાડીને અમદાવાદ ડિલિવરી કરવાની હતી

મહેસાણા શહેરના બાયપાસ હાઈવે ઉપર નુગર સર્કલ પાસેથી તાલુકા પોલીસે રૂપિયા 16.29 લાખની કિંમતનો દારૂ ભરેલી ટ્રક સાથે બે રાજસ્થાની શખ્સોને ઝડપી લીધા હતા. ટ્રક સાથે રૂપિયા 26.30 લાખનો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસે બંને શખ્સોની પૂછપરછ હાથ ધરી છે.મહેસાણા તાલુકા પીઆઈ આર.એલ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.આર.પટેલ અને પીએસઆઈ એમ.બી.વાઘેલા તેમજ હિતેન્દ્રસિંહ, મૌલિકકુમાર, વિમલકુમાર, રોહિતકુમાર પેટ્રોલીંગમાં હતા

તે દરમિયાન મળેલી બાતમીના આધારે બાયપાસ હાઈવે ઉપર નુગર સર્કલ પાસે RJ-49 GA-1234 નંબરની ટ્રકની તલાશી લેતા ઘઉના ભૂંસાની આડમા સંતાડેલી વિદેશી દારૂની પેટીઓ સાથે બે શખ્સોને પકડી લીધા હતા. રૂપિયા 16,29,814 ની કિંમતની 426 પેટીમાં 8424 નંગ બોટલ વિદેશી દારૂ સાથે 10 લાખની કિંમતની ટ્રક સહિત રૂપિયા 26,30,864 નો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના હનુમાનગઢના શર્મા નરવીરસિંગ રામચંદ્ર અને રાજપૂત મોહનલાલ ઉદારામ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા બંને શખ્સોએ ઝડપાયેલો દારૂનો જથ્થો સાંચોરથી ભરીને અમદાવાદમાં ડીલીવરી કરવાનુ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...