તસ્કરી:મહેસાણામાં રિયા હુન્ડાઇ શો-રૂમના ડ્રોવરમાંથી 16.23 લાખ રોકડની ચોરી

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધાબાનો દરવાજો તોડી એકાઉન્ટની ઓફિસમાં તસ્કરી

મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા રિયા હુન્ડાઇ શો-રૂમમાં ગત રાત્રીએ તસ્કરો ત્રાટક્યા હતા. શો-રૂમના ધાબોનો દરવાજો તોડી પ્રવેશેલા તસ્કરોએ એકાઉન્ટ ઓફિસના કાચ તોડી ડ્રોવરમાં મુકેલા રૂ.16.23 લાખની રોકડ ચોરી કરી ગયા હતા. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ હાઇવે પર આવેલા રિયા હુન્ડાઇ શો-રૂમને ગત 3 મે ને અખાત્રીજના દિવસે કારોના બુકિંગ પેટે રૂ.10, 07, 848 અને એસેસરિઝ પેટે રૂ. 6,15,500 મળી કુલ રૂ.16,23,348ની આવક થઇ હતી.

જાહેર રજાના કારણે બેંકોમાં રજા હોવાથી રકમ બેંકમાં જમા થઇ શકી ન હતી. જેને લઇ કંપનીના એકાઉન્ટ મેનેજર ધવલકુમાર ઇશ્વરભાઇ લુહાર અને એકાઉન્ટટ જીજ્ઞેશ મંગળભાઇ પ્રજાપતિએ રૂ.16.23 લાખની રકમને શો-રૂમના ત્રીજા માળે આવેલી એકાઉન્ટ ઓફિસના ડ્રોવરમાં મુકી હતી.

4 મેને સવારે 9.30 કલાકની આસપાસ ધવલકુમાર લુહાર ઓફિસ પર પહોંચ્યા ત્યારે રાત્રે મુકેલી રકમ ચોરી થઇ હોવાનો ખ્યાલ આવ્યો હતો.બીજી બાજુ સીસીટીવી ફૂટેજમાં ચોરીનો ઘટના ક્રમ રેકોર્ડ થયો હતો. જેમાં ધાબાનો દરવાજો તોડી શો-રૂમમાં ત્રાટકેલા તસ્કરોએ એકાઉન્ટની ઓફિસના કાચ તોડી ડ્રોવરમાં મુકેલા રૂ.16.23 લાખની ચોરી કરી હતી. મહેસાણા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...