તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:મહેસાણા જિલ્લામાં RTE હેઠળ 1606 છાત્રોને ધો.1માં પ્રવેશ અપાશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 જૂનથી 5 જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

કોરોનાના કારણે વિલંબિત આરટીઇ હેઠળ ધોરણ 1માં બાળકોની પ્રવેશ પ્રક્રિયા હવે શરૂ કરાઇ છે. નબળા અને વંચિત વર્ગના બાળકોને ખાનગી શાળામાં બેઠક ક્ષમતાની 25 ટકા બેઠકો ઉપર પ્રવેશ ફાળવાશે. મહેસાણા જિલ્લામાં 228 ખાનગી શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ માટે અંદાજે 1606 જગ્યાઓ છે. જેમાં પ્રવેશ માટે 25 જૂનથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

મહેસાણા જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી કૌશિક દેસાઇએ કહ્યું કે, સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા મુજબ વિનામૂલ્યે ધો.1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જે બાળકોને 1 જૂન, 2021ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય અને પ્રવેશના અગ્રતાક્રમમાં આવતા હોય તેવા બાળકોને પ્રવેશ મળશે. તા. 25 જૂનથી 5 જુલાઇ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ભરાયેલા ફોર્મની તા.6 જુલાઇથી 10 જુલાઇ દરમિયાન જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મની ચકાસણી કરી મંજૂર, નામંજૂર કરાશે અને 15 જુલાઇએ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે. RTEમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા ચાલશે.

અન્ય સમાચારો પણ છે...