ઉમેદવારના બદલે નોટાને મત:મહેસાણા જિલ્લાની સાત બેઠકો પરની ચૂંટણીમાં 16 હજાર 227 મત નોટામાં પડ્યાં

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાની સાત બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ 63 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જિલ્લામાં આ વખતે 11 લાખ 59 હજાર 493 મતદારો પૈકી 16,227 મતદારોએ તેમને સંબંધિત વિધાનસભામાં ચૂંટણી લડતા ઉમેદવાર પૈકી એક પણ ઉમેદવારને મત આપવાના બદલે નોટાનું બટન દબાવ્યું હતું.

મહેસાણા જિલ્લામાં સાત બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં મતદારોને કોઈ પણ ઉમેદવાર પસંદ ન હોય તો તે EVM પર આપેલા નોટા બટન દબાવીને મતદાન કરી શકે છે તેવી વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. મોટા ભાગના મતદારો જો કોઈ ઉમેદવારને મત આપવા ન માગતા હોય તો મતદના કરવા જ જતા નથી, જોકે, ચૂંટણી તંત્ર દ્વારા નોટા બટનની વ્યવસ્થા કરવામાં આવતા કેટલાય મતદારો મતદાન મથક સુધી જઈને નોટા પર ક્લીક કરીને મતદાન કરવાની પોતાની ફરજ પુરી કરીને લાગણી વ્યક્ત કરે છે.
જિલ્લાની 7 બેઠકો માટે સોમવારે મતદાન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. બાદમાં 8 તારીખે મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં કુલ 11 લાખ 59 હજાર 493 માન્યતા મત પૈકી 16,227 મતદારોએ તેમની બેઠક પર મેદાનમાં ઉતારેલા ઉમેદવાર પૈકી કોઈ પણ ઉમેદવારને મત આપવાને બદલે નોટા બટન દબાવ્યું હતું.
કઈ બેઠક પર કેટલા મતદારોએ નાટ બટન દબાવ્યું?

  • ​​​​​​​​​​​​​​ખેરાલું બેઠકઃ 2648
  • ઊંઝા બેઠકઃ 1775
  • વિસનગર બેઠકઃ 2325
  • બેચરાજી બેઠકઃ 2466
  • કડી બેઠકઃ 2505
  • વિજાપુર બેઠકઃ 2059
  • મહેસાણા બેઠકઃ 2449
અન્ય સમાચારો પણ છે...