આયોજન:15મીએ બાસણામાં કિસાન સંઘના સંમેલનનું આયોજન

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા તાલુકા કિસાન સંઘની નવી કારોબારીની રચના
  • બેઠકમાં 25 પદાધિકારીઓની વરણી કરાઈ

મહેસાણા તાલુકા કિસાન સંઘની નવીન કારોબારીની રચના કરાઈ છે. જેમાં પ્રમુખ તરીકે રતિલાલ પટેલ અને મંત્રી તરીકે અરવિંદ પટેલ અને કારોબારીમાં 25 હોદ્દેદારોની વરણી કરાઈ છે.જિલ્લા પંચાયત કેમ્પસમાં કિસાન સંઘના જિલ્લા કોષાધ્યક્ષ પ્રભુદાસ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી કારોબારી બેઠકમાં ખેડૂતોને મળતી અપૂરતી વિજળી, સુજલામ સુફલામ નહેરમાં પાણી છોડવા રજૂઆત કરવા તેમજ 15 નવેમ્બરે કિસાન સંઘનું ઉત્તર સંભાગનું સંમેલન બાસણા ખાતે અર્બુદા ધામમાં યોજવા નિર્ણય કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...