મતાધિકાર ઉપયોગ:દેશની સરહદ પર ફરજ બજાવતા જિલ્લાના 1589 સૈનિકો પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લા ચૂંટણી તંત્ર સૈનિકોને ઓનલાઈન પોસ્ટલ બેલેટ ટ્રાન્સફર કરશે
  • મતગણતરીના ​​​​​​​દિવસે સૌપ્રથમ આ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી થશે

ભારત માતાની રક્ષા કાજે સરહદ પર ખડેપગે સેવા બજાવી રહેલા મહેસાણા જિલ્લાના 1589 સૈનિકો પણ આ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ તમામ સૈનિકોને તેમના પોસ્ટલ બેલેટ ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવશે.મહેસાણા જિલ્લાના 1589 સપૂતો ભારત દેશની જમ્મુ કાશ્મીર સહિતની સરહદો તેમજ અલગ અલગ વિસ્તારમાં ભારત માતાની રક્ષાકાજે ફરજ બજાવી રહ્યા છે.

ત્યારે તમામ સૈનિકો પણ પોતાનો કિંમતી મતાધિકાર ઉપયોગ કરી શકશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનના કેટલાક દિવસો પૂર્વે પોસ્ટલ બેલેટ પ્રસિદ્ધ થઈ ગયા બાદ ભારતમાં જે જગ્યાઓ ઉપર આ જવાનો ફરજ બજાવી રહ્યા છે ત્યાં ઓનલાઈન પોસ્ટલ બેલેટ ટ્રાન્સફર કરાશે. તેઓ પોસ્ટલ બેલેટ થકી મતદાન કરી તેને પરત મોકલાવશે. મત ગણતરીના દિવસે સૌપ્રથમ આ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી થશે.

વિધાનસભામાં સર્વિસ વોટર
ખેરાલુ: 441
ઊંઝા :187
વિસનગર : 221
બેચરાજી : 49
કડી: 99
મહેસાણા :147
વિજાપુર :255
કુલ :1589

અન્ય સમાચારો પણ છે...