તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો અસહ્ય ઘા:કોરોનામાં 158 બાળકોએ માતા કે પિતાની છત્રછાયા ખોઇ 6 વર્ષની આસ્થા હવે મામા-મામીને જ મમ્મી-પપ્પા કહે છે..!

મહેસાણાએક મહિનો પહેલાલેખક: બ્રિજેશ પટેલ
  • કૉપી લિંક
આસ્થા અને ધ્રુવ મામા-મામી સાથે - Divya Bhaskar
આસ્થા અને ધ્રુવ મામા-મામી સાથે
  • જિલ્લામાં 132 બાળકોએ પિતા, 26એ માતા અને એક બાળકીએ માતા-પિતા બંને ખોયાં
  • મેઉનાં 10 અને દેદિયાસણ શાળાનાં 8 બાળકોએ માતા કે પિતા ગુમાવ્યાં

​​​​​​કોરોનાએ અનેક પરિવારોની ખુશી છિનવી લીધી છે. હસતા ખીલતા આવા પરિવારો માટે હવે જિંદગીમાં ન ભૂલી શકાય એવી માત્ર દુ:ખદ યાદો જ બચી છે. કેટલાક એવાં બાળકો પણ છે જેમના માથેથી પિતાની છત્રછાયા કે માતાનો ખોળો છિનવાઇ ગયો છે. તો એવાં કમનસીબ બાળકો પણ છે જેમણે માતા અને પિતા બંનેનો પ્રેમ ગુમાવ્યો છે. આવાં બાળકોનો ક્યાંક મામા-મામી, કાકા-કાકી તો ક્યાંક નાના-નાની અને દાદા-દાદી પાલક માતા-પિતા બની ઉછેર કરી રહ્યા છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો, કોરોનાકાળમાં પ્રાથમિક શાળામાં ભણતાં 158 બાળકોએ માતા કે પિતા ગુમાવ્યાં છે. જેમાં 127 બાળકોએ પરિવારનો આધારસ્તંભ સમાન પિતા, જ્યારે 26ની માતાની હૂંફ કોરોનાએ છિનવી છે. વિસનગરના રાલીસણા મગનપુરા ગામના એક બાળકે 5 વર્ષ પહેલાં માતા અને આ વર્ષે કોરોનામાં પિતા ગુમાવ્યા છે. મેઉમાં ધો.7માં ભણતી દીકરીનાં માતા-પિતા બંનેનાં કોરોનામાં અવસાન થયાં છે. જિલ્લામાં સૌથી વધુ મહેસાણા તાલુકાના મેઉ ગામની શાળાનાં 10 બાળકો અને દેદિયાસણ શાળાનાં 8 બાળકોએ કોરોનામાં માતા કે પિતા ગુમાવ્યાં છે.

બાળકોની માતા કે પિતાની હૂંફ કોરોનાએ છિનવી લીધી

તાલુકોપિતામાતાકુલ
મહેસાણા451055
વિજાપુર18725
ઊંઝા16218
જોટાણા15318
કડી12012
સતલાસણા10111
ખેરાલુ617
વડનગર729
વિસનગર101
બહુચરાજી202
કુલ13226158

સૌથી વધુ મહેસાણા તાલુકામાં 55 અને સૌથી ઓછા વિસનગરમાં એક બાળક અનાથ બન્યું

​​​​​​​

ખેડૂત-ખેતમજૂર પરિવારનાં 68 અને શ્રમિકનાં 64 બાળકોનો માતા કે પિતાનો આશરો ગયો
​​​​​​​​​​​​​​કોરોના મહામારીમાં જે બાળકોના માતા કે પિતાએ જીવ ગુમાવ્યો છે તેમાં સૌથી વધુ ખેતી અને ખેતમજૂરી કરતાં પરિવારના 68 બાળકો તેમજ છૂટક મજૂરી કરતા પરિવારના 64 બાળકો છે. 2 બાળકના પિતા રિક્ષાચાલક, એકના કડિયાકામ, એક દુકાનદાર, બે સર્વેયર, 3 પશુપાલક, એકના પિતા ગાડી લે-વેચ કરતા હતા.

મા બોલતાં શીખે તે પહેલાં જ 5 મહિનાની બાળકીએ માતાની હૂંક ગુમાવી, હવે મામી જ મા
મૂળ વિસનગરની 6 વર્ષની આસ્થા અને 13 વર્ષના ધ્રુવ ભાઇ-બહેને પાંચ વર્ષ પહેલાં માતા ની અને ગત નવેમ્બર 2020માં કોરોનામાં પિતાનું છત્ર ગુમાવ્યું. આ બંને બાળકો હાલ મહેસાણા દૂધસાગર ડેરી પાછળ પનઘર સોસાયટીમાં મામા-મામીના ઘરે પ્રેમભર્યા માહોલમાં ઉછરી રહ્યાં છે. મમ્મીના અવસાન વખતે આસ્થા 5 મહિનાની હતી, તે ત્યારથી મામાના ઘરે જ મોટી થઇ છે. જ્યારે ધ્રુવ એ વખતે 8 વર્ષનો થોડો સમજણો હોઇ પિતા પાસે રહેતો હતો. જોકે, પિતાના અવસાન પછી ધ્રુવ પણ મામા-મામીના ઘરે બહેન સાથે રહે છે, જે હાલ ધો.9માં ભણે છે. બાળકોના મામા રાજુભાઇ સોલંકી કહે છે, આસ્થા તો સાવ નાની છે અને અમારાં બહેન-બનેવી ગુજરી ગયાં. આસ્થા તો 5 મહિનાની હતી ત્યારથી અમારી સાથે રહે છે અને અમને જ મમ્મી, પપ્પા કહે છે. નાની છે એને ખબર નથી. મામી મંજુલાબેન કહે છે, માતા-પિતાના અવસાન પછી બંને ભાઇ-બહેન અમારી પાસે રહે છે, ઘર હર્યુંભર્યું લાગે છે. હવે એકલતા લાગતી નથી.

અન્ય સમાચારો પણ છે...