તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:વેક્સિન સેન્ટરમાં એડવાન્સમાં 150 ની એન્ટ્રી,આવ્યા 20 ડોઝ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રથમ ડોઝ માટે 28 દિવસથી લંબાવીને 42 દિવસ કરાયા છતાં વેક્સિન લેવા માટે લોકોનો રઝળપાટ

મહેસાણામાં ગુરુવારે કોવિશિલ્ડ વેક્સિનનો સ્ટોક ઓછો હોઇ સિવિલમાં 50 અને બાકીના સેન્ટરોમાં માંડ 20-20 ડોઝ ફાળવાયા હતા,આ સેન્ટરો ખુલે તે પહેલા ક્યાંક ટોકન તો ક્યાંક નામ નોંધણી ક્રમ જાળવવા પ્રમાણે કરી લેવાઇ પરંતુ સવારે 10 વાગ્યા પછી સેન્ટરોમાં માંડ 20 જ ડોઝ આવતાં ઘણાને વેક્સિન વગર પરત ફરવુ પડ્યુ હતું.માનવઆશ્રમ સેન્ટરમાં 150ની યાદી બની ગઇ અને માત્ર 20 ડોઝ આવતાં સૌ પ્રથમ 60 થી વધુ વયના લોકોને બીજા ડોઝમાં પ્રાયોરીટી સાથે વેક્સિનેશન કરી 20 ડોઝમાં કામગીરી આટોપાઈ હતી.

મહેસાણા માનવઆશ્રમ ચોકડી ખાતેના સેન્ટરમાં સવારે 10 વાગ્યે વેક્સિનેશન શરૂ થાય તેના બે કલાક પહેલા આવીને લોકો કાગળમાં એન્ટ્રી કરાવતા હોય છે.વેક્સિન શરૂ થાય તે પહેલા 150 નામની એન્ટ્રી થઇ ગઇ હતી.,સવારે 10 વાગ્યા પછી આરોગ્ય કર્મી વેક્સિન બોક્ષ લઇને આવ્યા,જેમાં 20 ડોઝ હતા.અહીંયા એકઠા થયેલા લોકોને કાર્યકરે કહ્યુ કે, 20 ડોઝ છે, 60 થી વધુ વયના યાદી મુજબ આવતા લોકોને બીજા ડોઝમાં વેક્સિન પછી 45થી વધુ વયના યાદી મુજબ બીજા ડોઝમાં વેક્સિન મળશે,પહેલા ડોઝ માટે તો જગ્યા જ નથી,આ જાહેર કરતાં કલાકની રાહ પછી ઘણાએ ચાલતી પકડી હતી. સ્વર્ણમવિલા સોસાયટીના આશુતોષભાઇ પટેલે કહ્યુ કે, બીજા ડોઝ માટે સોસાયટી પ્રમાણે ટોકન ફાળવીને વેક્સિનેશન કરવુ જોઇએ.

અન્ય સમાચારો પણ છે...