તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહેસાણામાં ભંગારની દુકાનમાંથી 15 વર્ષીય બાળમજૂરને મુક્ત કરાવાયો, મજૂરી કરાવનાર સંચાલક સામે ફરિયાદ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકને મુક્ત કરાવી બાળ સુરક્ષા ગૃહમાં મોકલી અપાયો

મહેસાણા માં શ્રમ આયુક્ત ના સ્ટાફ દ્વારા અને મહેસાણા A ડિવિઝન પોલીસ ની ટીમે સાથે મળી સ્ક્રેપ ટ્રેડર્સ અને ભગાળ વાળાઓ ને ત્યાં બાળ મજૂરો નાબુદી અર્થે રેડ દરમિયાન એક બાદ મજૂર ને મુક્ત કરવામા સફળ રહ્યા હતા.

મહેસાણા જિલ્લા શ્રમ આયુક્ત ખાતા દ્વારા અને ચાઈલ્ડ લાઈન તેમજ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટાફ ના માણસો મહેસાણા શહેર માં બાળ મજૂરી કરી રહેલા બાળકો ને મુક્ત કરવા શહેર ના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહ્યા હતા ત્યારે મહેસાણા શહેર માં આવેલ પ્રદુષણ પરા અને સાંઈબાબા રોડ વિસ્તારમાં આજુબાજુ આવેલા સ્કેપ તેમજ ભગાર વાળાઓ ને ત્યાં તાપસ કરી રહ્યા હતા એ દરમિયાન અંબાજી મંદિર પાસે જય માતાજી ટ્રેડર્સ માં બપોર ના સમયે એક 15 વર્ષીય બાળક મજૂરી કરતો મળી આવ્યો હતો.

તપાસ કરતા દુકાન માં દંતાણી સુનિલ એ જણાવ્યું હતું કે આ બાળક કામ કરવા 10 દિવસ થી આવેલ છે તેમજ સ્ક્રેપ ભગાર જેવો જોખમી વ્યવસાય માં બાળક ને કામ પર રાખવા મામલે ટાસ્ક ફોર્સ સમિતિ ના સભ્યો દ્વારા 15 વર્ષીય તરુણ ને મુક્ત કરાવી મહેસાણા બાળ સુરક્ષા ગૃહ માં મોકલી આપવામાં આવ્યો હતો.

જેથી જય માતાજી ટ્રેડર્સ ના મલિક સામે પોતાની સંસ્થા માં બાળક ને જોખમી કામ કરાવી આર્થિક શોષણ કરવા મામલે મહેસાણા A ડિવિઝન પોલીસ મથક માં જય માતાજી ટ્રેડર્સ ના મલિક રાજુ દંતાણી વિરુદ્ધ બાળ મજૂરી કરાવવા મામલે ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...