વિરોધ પ્રદર્શન:જૂની પેન્શન યોજના લાગુ કરવા મહેસાણામાં 15 હજાર કર્મચારીઓ રેલીમાં જોડાયા

મહેસાણા23 દિવસ પહેલા
  • મહેસાણા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રેલી યોજવામાં આવી

મહેસાણામાં આજે જૂદા જૂદા કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ ધામા નાખ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં જૂની પેંશન યોજના લાગુ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં વિશાળ રેલી યોજવામાં આવી હતી, જેમાં તમામ કર્મચારીઓ પોતાના હાથમાં બેનર રાખી સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.

આંદોલનની ચીમકી
મહેસાણા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આજે મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂની પેંશન યોજના લાગુ કરવા તેમજ અન્ય પ્રશ્નોના ઉકેલ લાવવા માટે આજે મહેસાણા ખાતે તમામ સવર્ગના કર્મચારીઓની રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં આશરે 15 હજાર જેટલા કર્મચારીઓ જોડાયા હતા અને સરકારને જૂની પેંશન લાગુ કરવા માગ કરી હતી. જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જણાવવામાં આવ્યું કે, ભવિષ્યમાં પણ સરકાર અમારી માંગ ન સ્વીકારે તો સહયોગ આપી માંગ બુલંદ બનાવવા માટે આહવાન કર્યું હતું. તેમજ માંગો ન સનતોષાય ત્યાં સુધી લડત આપવા જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...