નગરપાલિકા હરકતમાં:મહેસાણા નારાયણ પ્લાઝાની 15 દુકાનો બાકી વેરામાં સીલ કરાઇ

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ માળની આ દુકાનો શ્રી ઇન્ફ્રાકોન નામની પેઢીના નામે છે

મહેસાણા પાલિકાની ટીમે નારાયણ પ્લાઝામાં પહેલા માળની 15 દુકાનો શુક્રવારે સીલ કરી દીધી હતી. મહેસાણા શહેરના ગાંધીનગર લીંક રોડ પર આવેલા નારાયણ પ્લાઝામાં નગરપાલિકાના ચોપડે શ્રી ઇન્ફ્રાકોન નામની ભાગીદારી પેઢીના નામે વેરા શાખામાં નોંધાયેલી 15 દુકાનોનો કુલ રૂ.18,559 વેરો બાકી હોઇ નગરપાલિકાની ટીમ શુક્રવારે વેરો વસુલવા સ્થળ પર પહોંચી હતી.

જ્યાં વેરાની વસુલાત ન થતાં પ્રથમ માળની 15 દુકાનોને સીલ કરી હતી. દુકાનોના શટર ઉપર પાલિકાના સક્ષમ અધિકારીની પરવાનગી વગર દુકાન ખોલવી નહીં, નહીં તો કાયદેસર કાર્યવાહી કરાશે તેવી નોટિસ લગાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...