તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ખેરાલુની 10 વર્ષની બાળકી સહિત 15 નવા કેસ, 23 દર્દીઓ સાજા થયા

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ઉ.ગુ.માં 39 કેસ : બનાસકાંઠા 9, સાબરકાંઠા 8, પાટણ 5, અરવલ્લીમાં 2 કેસ
 • મહેસાણામાં -9, વિસનગરમાં 3, ખેરાલુમાં 2 અને ઊંઝામાં 1 કોરોના સંક્રમિત

જિલ્લામાં સોમવારે ખેરાલુની 10 વર્ષની બાળકી સહિત 15 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં મહેસાણામાં -9, વિસનગરમાં 3, ખેરાલુમાં 2 અને ઊંઝામાં 1 કેસનો સમાવેશ થાય છે. શહેરમાં 9 અને ગ્રામ્યના 6 દર્દીઓ છે. જ્યારે વધુ 23 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઇ હતી. જિલ્લામાં એકંદરે સંક્રમણ ઘટ્યું છે, પરંતુ શહેરી વિસ્તારમાં આવી રહેલા કેસો ચિંતાજનક છે. જિલ્લામાં કોરોનાના લક્ષણો ધરાવતા 388 દર્દીઓના સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલી અપાયા હતા.

હજુ 242 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. મહેસાણા અને વિસનગરના 3 વૃદ્ધ દંપતી કોરોના પોઝિટિવવધુ ઉંમર અને ઓછી રોગ પ્રતિકારક શક્તિના કારણે વૃદ્ધોમાં કોરોના સંક્રમણ ઝડપી ફેલાય છે. મહેસાણાના કમળાજીના માઢમાં રહેતા 70 વર્ષીય દંપતી સંક્રમિત થતાં તેમને આઇસોલેટ કરાયા છે. જ્યારે અંબાસણ ગામના 67 વર્ષના વૃદ્ધ અને તેમનાં પત્નીને તાવ, ખાંસીની ફરિયાદ સાથે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે જ રીતે ભાન્ડુના 68 વર્ષીય વૃદ્ધ અને તેમનાં પત્ની કોરોના સંક્રમિત બન્યા છે.

કોરોના સંક્રમિત દર્દીઓ
મહેસાણા :
મોઢેરા ચોકડી (56)(પુ)
કમળાજીનો માઢ (71)(પુરૂષ)
રાધનપુર રોડ(36)(પુરુષ)
કમળાજીનો માઢ (70)(મહિલા)
માનવઆશ્રમ (39)(પુરુષ)
ગોઝારિયા (65)(મહિલા)
ગોઝારિયા (35)(પુરૂષ)
અંબાસણ (67)(પુરૂષ)
અંબાસણ (60)(મહિલા)
વિસનગર :
હરિઓમ સોસાયટી (73)(પુરૂષ)
ભાન્ડુ (66)(મહિલા),(68)(પુ)
ખેરાલુ :
ખેરાલુ (10)(પુરુષ)
ખેરાલુ (18)(પુરૂષ)
ઊંઝા : માધુપુરા (56)(પુરુષ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો