શનિવારે આખો દિવસ મેઘાડંબર:જિલ્લામાં વિજાપુરમાં 15, વડનગર-વિસનગરમાં 11, ખેરાલુમાં 10, બહુચરાજીમાં 9, સતલાસણામાં 4 મીમી અને મહેસાણામાં ઝાપટું

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.માં 26 તાલુકામાં 1 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો
  • આજે હળવા ઝાપટાંથી લઇ 20 મીમી સુધીના વરસાદની શક્યતા

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે. શુક્રવાર સાંજે 6 થી શનિવાર સાંજે 6 વાગ્યા સુધી ઘનઘોર વાદળ માત્ર દેખાવ પૂરતાં સાબિત થયા હોય તેમ માત્ર 26 તાલુકામાં સામાન્ય લઇ 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જોકે, છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં દિવસભર ચાલુ રહ્યા હતા. 24 તાલુકા પૈકી માત્ર સિદ્ધપુરમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ મુજબ, શનિવારે હળવા ઝાપટાંથી લઇ 20 મીમી વરસાદની શક્યતા છે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં આગળ વધતાં આગામી સપ્તાહે જોર વધશે.

ઉત્તર ગુજરાતના 26 તાલુકામાં નોંધાયેલ વરસાદ જોઇએ તો મહેસાણા જિલ્લામાં વિજાપુરમાં 15, વડનગર- વિસનગરમાં 11, ખેરાલુમાં 10, બહુચરાજીમાં 9 અને સતલાસણામાં 4 મીમી, પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં 23, શંખેશ્વરમાં 4, ચાણસ્મામાં 3 અને સરસ્વતીમાં 2 મીમી, બનાસકાંઠામાં ડીસામાં 17, સુઇગામમાં 4, દાંતીવાડામાં 3, ધાનેરા-પાલનપુરમાં 2 અને લાખણી-કાંકરેજમાં 1 મીમી, સાબરકાંઠામાં તલોદમાં 6, ખેડબ્રહ્મામાં 5, હિંમતનગરમાં 4 અને વડાલીમાં 3 મીમી તેમજ અરવલ્લી જિલ્લામાં મેઘરજમાં 14, બાયડમાં 13, માલપુરમાં 9, મોડાસામાં 6 અને ભિલોડામાં 2 મીમી નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...