ઊંઝા ગંજબજારના વેપારી પાસેથી જીરું, એલચી સહિતનો માલ લઈ રૂ.15.70 લાખની રકમ નહીં ચૂકવનાર યુપીના ત્રણ વેપારીઓ સામે ઊંઝા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ઊંઝા ગંજબજારમાં ઊર્જા એન્ટરપ્રાઇઝના નામે જીરું, વરિયાળીનો વેપાર કરતા હેમંતકુમાર હરગોવિંદભાઈ પટેલ સાથે ઉત્તર પ્રદેશના મિરજાપુરમાં રહેતા કૃષ્ણમુરારી ગુપ્તા ઉર્ફે દાદાજીએ એપ્રિલ 2022માં અન્નપૂર્ણા ટ્રેડર્સના નામથી જીરું, વરિયાળીના વેપારની શરૂઆત કરી હતી. શરૂઆતમાં નાણાં સમયસર ચૂકવી તેમણે હેમંતકુમાર સાથે વિશ્વાસ કેળવ્યો હતો.
ત્યાર બાદ સાંઈ ટ્રેડર્સ કાનપુરના નામથી મુરઘીદાણા, અશોક જીરા, કાળા એલચા, અજમો વગેરેનો વેપાર મોબાઈલ ફોન મારફતે નોંધાવ્યો હતો અને માલ મળશે કે તરત જ પૈસા આરટીજીએસ મારફતે મોકલી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. જેથી વેપારીએ સમયાંતરે માલ મોકલી આપ્યો હતો. કુલ રૂ.16,78,000નો માલ મેળવી રૂ.6,74,000 મોકલી આપ્યા હતા. જ્યારે બાકીના રૂ.10,03,275 નહીં આપી કૃષ્ણ મુરારીએ ફોન જ બંધ કરી દીધો હતો. જ્યારે અન્ય વેપારી મિહિર હેમંતભાઈ ભૂતનાની જીરાવાલા ટ્રેડસમાંથી પણ રૂ.5,67,000ના જીરાનો માલ મેળવી તેના પૈસા પણ નહીં અનુસંધાન-પેજ-2-પર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.